Homeમનોરંજન'સમય દેખાતો નથી પરંતુ...',...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં રહ્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.

હવે બહાર આવતાની સાથે જ તેણે પોતાના ઈન્સ્ટા પર એક ચોંકાવનારી પોસ્ટ શેર કરી. ઘણા ચાહકો તેના પર કોમેન્ટ કરી રહ્યા છે તો ઘણા તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એલ્વિશ યાદવે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું, ‘સમય દેખાતો નથી પણ ઘણું બધું દેખાડી જાય છે.’ આ ફોટામાં એલ્વિશ બે કાર સાથે ઉભેલો જોવા મળ્યો હતો. એલ્વિશની આ પોસ્ટ પર ફેન્સથી લઈને સેલેબ્સ સુધી દરેક લોકો ઘણો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એલ્વિશે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર પણ શેર કરી છે, જેમાં તે તેના ચાહકોને થમ્બ્સ અપ આપતો જોવા મળે છે. હવે એ વાત તો આપણે જાણીએ જ છીએ કે એલ્વિશ જેલમાં હતો ત્યારે તેના માતા-પિતાએ જણાવ્યું હતું કે એલ્વિશ પાસે કોઈ લક્ઝરી કાર નથી. તે તેના વ્લોગ પર બતાવવા માટે મર્સિડીઝ અને પોર્શે જેવી કાર ભાડે લે છે.

જણાવી દઈએ કે બિગ બોસ OTT 2 વિનરની નોઈડા પોલીસે સાપના ઝેરના મામલામાં ધરપકડ કરી હતી. નવેમ્બરની શરૂઆતમાં સમાચાર આવ્યા હતા કે નોઈડા સેક્ટર 49માં દરોડો પાડવામાં આવ્યો હતો અને દરોડામાં પાંચ કોબ્રા સાપ મળી આવ્યા હતા. ત્યારપછીની તપાસમાં ધરપકડ કરાયેલા લોકોએ એલ્વિશનું નામ લીધું હતું.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

“હું આ ક્ષણનો…” અકસ્માત બાદ વાપસી કરી રહેલા રિષભ પંત થયા ભાવુક

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની બીજી મેચમાં આજે પંજાબ કિંગ્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થઈ રહ્યો છે. મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં DC પહેલા બેટિંગ કરતા જોવા મળશે. રોડ અકસ્માત બાદ વાપસી...