Homeક્રિકેટએલિમિનેટરમાં આજે બેંગ્લોર અને...

એલિમિનેટરમાં આજે બેંગ્લોર અને મુંબઇ ટકરાશે,જીતશે તે ફાઈનલમાં

  • બંને ટીમનું પોઝિટિવ તથા નેગેટિવ પાસું લગભગ સરખું છે
  • હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની મુંબઇની ટીમ વર્તમાન સિઝનમાં બીજા ક્રમે
  • મંધાનાની બેંગ્લોર ટીમે આઠ મેચમાં ચાર મેચ જીતી હતી

વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનનો એલિમિનેટર મુકાબલો શુક્રવારે મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની મુંબઇની ટીમ વર્તમાન સિઝનમાં બીજા ક્રમે રહી છે.

બેંગ્લોરની ટીમ ત્રીજા ક્રમે રહી હતી. બુધવારે રમાયેલી છેલ્લી લીગ મેચમાં મેગ લેનિંગની દિલ્હી કેપિટલ્સે વિજય હાંસલ કરીને ટોચના સ્થાન સાથે સીધું ફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું હતું. એલિમિનેટરની વિજેતા ટીમ રવિવારે ફાઇનલમાં દિલ્હી સામે ટકરાશે. એલિમિનેટર મુકાબલો સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે.

મંધાનાની બેંગ્લોર ટીમે આઠ મેચમાં ચાર મેચ જીતી હતી. મુંબઇની ટીમે આઠ મેચમાં પાંચ વિજય હાંસલ કર્યા હતા. વર્તમાન સિઝનમાં બંને ટીમે આમનેસામને બે લીગ મેચ રમી હતી અને બંનેએ એક-એક મેચ જીતી હતી. છેલ્લી સિઝનની બંને મેચમાં મુંબઇનો વિજય થયો હતો. 12મી માર્ચે બંને ટીમ વચ્ચે રમાયેલી મેચમાં ઓલરાઉન્ડર એલિસ પેરીએ 15 રનમાં છ વિકેટ ઝડપીને વિમેન્સ લીગના ઇતિહાસમાં બેસ્ટ બોલિંગ ફિગર હાંસલ કરી હતી. એલિમિનેટર મેચમાં પણ બેંગ્લોરની ટીમ પેરી ઉપર વધારે મદાર રાખશે.

બેંગ્લોર પાસે સુકાની સ્મૃતિ મંધાના, શ્રોયંકા પાટિલ, રેણુકાસિંહ, સોફી મોલિનેક્સ તથા સોફી ડિવાઇન જેવી મેચવિનર ખેલાડીઓ છે. મુંબઇની ટીમનો હરમનપ્રીત કૌર ઉપરાંત પૂજા વસ્ત્રાકર, સાઇકા ઇશાક, યાસ્તિકા ભાટિયા એલિસા મેથ્યૂઝ, શબનિમ ઇસ્માઇલ જેવી અનુભવી ખેલાડીઓ ઉપર મદાર રહેશે.

મુંબઇની ટીમે છેલ્લી મેચમાં યાસ્તિકા ભાટિયાના બદલે પ્રિયંકા બાલાને રમાડી હતી. યાસ્તિકા બીમાર હોવાના કારણે રમી શકી નહોતી. તે ફિટ થઈ છે અને શુક્રવારના મુકાબલામાં રમવા ઉપલબ્ધ છે. પ્રિયંકાએ છેલ્લી મેચમાં સારી બેટિંગ કરી હતી જેના કારણે હુમેરા કાઝીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થવું પડશે.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...