Homeહેલ્થ100થી વધુ બીમારીઓનું મૂળ...

100થી વધુ બીમારીઓનું મૂળ છે પેટની ગરમી, ગેસ-એસિડિટીથી પરેશાન હોવ તો આ ઉપાય અજમાવો

પેટની ગરમી વધી જવી એ કોમન સમસ્યા છે. ઓઈલી મસાલેદાર ખાવાનું ખાવાથી લોકોને પેટની ગરમી વધવાની પરેશાની થાય છે. પેટની ગરમી એક એવી પરેશાની છે જેમાં એવું લાગે કે જાણે પેટમાં આગ લાગી છે. પેટની ગરમીના કારણે ખુબ બેચેની અને અસુવિધા થાય છે. આયુર્વેદ મુજબ ખરાબ ડાયેટ વાત, પિત અને કફ બગડવાના કારણે બને છે. પેટની ગરમીની સારવાર માટે તમારે મોંઘી દવાઓનું સેવન કરવું જરૂરી નથી પરંતુ કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવીને તમે આ પરેશાનીનો ઉપચાર કરી શકો છો.

આયુર્વેદિક નિષ્ણાંતના મત મુજબ કિચનમાં રહેલા કેટલાક ઈન્ગ્રીડીયન્ટ તમારા પેટની ગરમીની પરેશાની ઓછી કરી શકે છે. એક્સપર્ટથી જાણો કે પેટની ગરમી શું છે અને તેને ઠંડી કેવી રીતે રાખી શકાય.

પેટની ગરમી એટલે શું?
આપણે આપણા દાદા દાદી અને ઘરના વડીલો પાસેથી સાંભળ્યું હશે કે પેટને ઠંડુ રાખો સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. પેટની ગરમી 100થી વધુ બીમારીઓના જોખમને નોતરી શકે છે. પેટની ગરમી ત્યારે થાય જ્યારે આપણી પાચન સિસ્ટમ જરૂર કરતા વધુ કામ કરે અને તેના કારણે વધારાની ગરમી પેદા થાય છે અને પેટની ગરમી પછી વધે છે. આપણા પાચનને વધુ કામ કરવાની જરૂરિયાત આપણા ડાયેટના કારણે થાય છે. આપણા ખાવામાં જંક ફૂડ્સ, ફાસ્ટ ફૂડ્સનું સેવન કરીએ છીએ જે પચવામાં વધુ સમય લે છે.

સાયન્સ મુજબ સ્ટમક હિટનો અર્થ એક્સેસિવ એસિડ પ્રોડક્શન છે. જેના કારણે હાઈપરએસિડિટી અને ગેસની સમસ્યા થાય છે. આયુર્વેદ મુજબ જ્યારે પિત્ત દોષ બોડીમાં વધે છે ત્યારે પેટની ગરમી વધવા લાગે છે. પિત્તનું કામ ડાયજેશનને ઠીક રાખવાનું છે પરંતુ જ્યારે તે વધી જાય છે ત્યારે તેનાથી પેટમાં બળતરા અને ગરમી વધવા લાગે છે.

પેટની ગરમી દૂર કરતા ફૂડ
પેટની ગરમી દૂર કરવા માટે તમે વરિયાળી, કોથમિર અને જીરાનું સેવન કરો. આ ત્રણેય મસાલા પાચન સંલગ્ન સમસ્યાઓને દૂર કરવા માટે રામબાણ ઈલાજ છે. જીરું, કોથમિર અને વરિયાળીનું સેવન પાચન સારું કરે છે અને પેટની ગરમી ઓછી કરે છે.

1. જીરાનું સેવન પાચન સારું કરે છે. ગેસથી છૂટકારો અપાવે છે. અનેક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જીરું ડાયજેસ્ટિવ એન્ઝાઈમને બૂસ્ટ કરે છે જે ભોજનને પચવામાં મદદ કરે છે.

2.કોથમિરની તાસીર ઠંડી છે તે પાચનને ઠંડુ કરવામાં અસરદાર છે. પેટની ગરમી અને એસિડિટીને ઓછું કરવામાં કોથમિરના બીજ ખુબ અસરકારક છે.

3. વરિયાળી એક નેચરલ એન્ટાસિડ છે જે પાચન સારું કરે છે, બ્લોટિંગનું કામ કરે છે અને પેટની ગરમીને પણ શાંત કરે છે.

4. ફૂદીનો પોતાની કૂલિંગ પ્રોપ્રટી માટે જાણીતો છે. તેનું સેવન કરવાથી પેટની ગરમી કંટ્રોલમાં રહે છે.

5. મિસરીની તાસીર ઠંડી છે અને તે એક નેચરલ સ્વીટનર છે જે પેટની ગરમીને ઓછું કરવામાં દવા જેવું કામ કરે છે.

આ 3 વસ્તુનું આ રીતે કરો સેવન
પેટની ગરમીને દૂર કરવા માટે કોથમિર, જીરુ અને વરિયાળીનું સેવન તેની ચા બનાવીને કરો. એક ચમચી જીરુ, એક ચમચી વરિયાળી અને એક ચમચી કોથમિર, થોડા ફૂદીનાના પાંદડા અને થોડી મિસરી લઈ લો. એક પેનમાં એક કપ પાણી નાખો ને તેમાં બધા સીડ્સ નાખો અને 10 મિનિટ સુધી ધીમા ગેસે પકવા દો. 10 મિનિટ બાદ તેમાં ફૂદીનાના પાંદડા ભેળવો. જ્યારે આ બધી વસ્તુઓનો અર્ક નીકળી જાય તો તમે તેમા મિસરી નાખો અને દિવસમાં બેવાર તેનું સેવન કરો. આ નુસ્ખો તમારું પાચન ઠીક કરશે અને પેટની ગરમીને પણ કંટ્રોલ કરશે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...