Homeક્રિકેટભારતના ટોપ-5 બેટ્સમેનોએ બનાવ્યો...

ભારતના ટોપ-5 બેટ્સમેનોએ બનાવ્યો ખાસ રેકોર્ડ, ટેસ્ટમાં માત્ર ચોથી વખત આવું બન્યું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ધર્મશાળામાં રમાઈ રહી છે. આ મેચની પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડની ટીમ 218 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય બેટ્સમેનોએ શાનદાર શરૂઆત કરી હતી.

ભારતના ટોચના 5 સ્થાનો પરના તમામ બેટ્સમેનોએ પચાસ કે તેથી વધુ રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલે ફિફ્ટી ફટકારી હતી, ત્યારબાદ રોહિત શર્મા અને શુભમન ગીલે સદીની ઇનિંગ્સ રમી હતી. પોતાની ડેબ્યુ મેચ રમી રહેલા દેવદત્ત પડિકલે પણ ફિફ્ટી ફટકારી હતી અને સરફરાઝ ખાને તેની પાંચમી ટેસ્ટ ઇનિંગ્સમાં ત્રીજી ફિફ્ટી ફટકારી હતી.

ભારત માટે ચોથી વખત આવું બન્યું

ભારત માટે આ ઇનિંગ્સમાં તમામ ટોપ 5 બેટ્સમેનોએ પચાસ કે તેથી વધુ રન બનાવ્યા હતા. પ્રથમ ઓપનર યશસ્વી જયસ્વાલે 57 રનની ઇનિંગ રમી હતી. જે બાદ કેપ્ટન રોહિત શર્માએ પોતાની 12મી ટેસ્ટ સદી ફટકારી હતી અને 103 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ ત્રીજા નંબરના બેટ્સમેન શુભમન ગિલે 110 રનની સદીની ઇનિંગ રમી હતી. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા દેવદત્ત પડિકલની આ ડેબ્યૂ મેચ હતી. તેણે તેની પ્રથમ ટેસ્ટ ઇનિંગમાં 65 રન બનાવ્યા હતા. જે બાદ સરફરાઝ ખાને પોતાના ટેસ્ટ કરિયરની ત્રીજી ફિફ્ટી ફટકારી હતી અને 56 રનની ઇનિંગ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે માત્ર ચોથી વખત આવું બન્યું છે.

ભારતના ટોચના 5 બેટ્સમેનોએ ટેસ્ટમાં 50 પ્લસ રન ક્યારે બનાવ્યા?

  1. વિ. ઓસ્ટ્રેલિયા, કોલકાતા, 1998
  2. વિ. ન્યુઝીલેન્ડ, મોહાલી, 1999
  3. વિ. શ્રીલંકા, મુંબઈ (બ્રેબોર્ન), 2009
  4. વિ. ઈંગ્લેન્ડ, ધર્મશાલા, 2024

મેચની સ્થિતિ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચની ટેસ્ટના બીજા દિવસની રમત સમાપ્ત થઈ છે. બીજા દિવસના અંતે ભારતીય ટીમે 8 વિકેટના નુકસાને 473 રન બનાવ્યા છે. આ સાથે ભારતે 255 રનની લીડ મેળવી લીધી છે. આજના દિવસની શરૂઆતમાં ગિલ અને રોહિતે શાનદાર બેટિગ કરીને બંને વચ્ચે 160 રનની પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ રોહિત 103 અને ગિલ 110 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. બે ઝટકા બાદ સરફરાઝ ખાન અને ડેબ્યૂ મેચ રમી રહેલા દેવદત્ત પડિક્કલ વચ્ચે 100 રનની પાર્ટનરશિપ થઈ હતી. દેવદત્ત પડિક્કલ 65 અને સરફરાઝ ખાન 56 રન બનાવીને આઉટ થયા હતા.

જોડેજા, જૂરેલ અને અશ્વિન મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. 10મી વિકેટ માટે કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે 45 રનની પાર્ટનરશિપ કરી છે. કુલદીપ 27 અને બુમરાહ 19 રન બનાવીને અણનમ પરત ફર્યા છે. ઈગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો સૌથી વધુ શોએબ બશીરે 4 વિકેટ ઝડપી છે. ટોમ હાર્ટલીએ 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે જેમ્સ એન્ડરસન અનેે કેપ્ટન બેન સ્ટોક્સને એક-એક સફળતા મળી છે.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...