Homeરસોઈભૂખ લાગી હોય તો...

ભૂખ લાગી હોય તો ઝટપટ બનાવો સોજી બ્રેડ ટોસ્ટ, બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સૌ કોઈને ભાવશે સ્વાદિષ્ટ નાસ્તો

બ્રેડે આપણું જીવન કેટલું સરળ બનાવી દીધું છે. તમે બ્રેડમાંથી બનેલી અનેક પ્રકારની વાનગીઓ ખાધી હશે. બ્રેડ ઝડપી નાસ્તાની લિસ્ટમાં સૌથી ઉપર છે. જામ બ્રેડ, ટોસ્ટ, સેન્ડવીચ, કટલેટ, બ્રેડ પકોડા આ બધું જ તમે બ્રેડની મદદથી સરળતાથી અને ઝડપથી બનાવી શકો છો. બ્રેડ ટોસ્ટમાં તો તમારી પાસે ઘણા વિકલ્પો છે. તમે નોર્મલ ટોસ્ટ, ફ્રેન્ચ ટોસ્ટ ખાધાં જ હશે.

પણ શું તમે દેશી વેજી ટોસ્ટ ટ્રાય કર્યા છે? જો “ના” તો તમે સોજી બ્રેડ ટોસ્ટને ટ્રાય કરી શકો છો.

સોજીના ટોસ્ટને નાસ્તામાં સરળતાથી બનાવી શકાય છે. સોજીના ટોસ્ટને તમે સવારના નાસ્તમાં તો બનાવી જ શકો છો, સાથે તમે તેને બાળકોના લંચ બોક્સમાં પણ પેક કરી આપી શકો છો. આ રેસિપીમાં સોજી અને દહીંનો ઉપયોગ થાય છે. ખાવામાં સ્વાદિષ્ટ આ રેસિપીમાં તમે મસાલાની સાથે તમારી પસંદગી મુજબ હેલ્ધી શાકભાજીનો સમાવેશ કરી શકો છો. ચાલો જાણીએ સોજી બ્રેડ ટોસ્ટ બનાવવાની રેસિપી.

સામગ્રી

  • સોજી 1 કપ
  • દહીં 1 કપ
  • લીલા મરચા 2
  • ડુંગળી 1
  • ટામેટું 1
  • મીઠું
  • કોથમીર
  • પાણી
  • બ્રેડ
  • ચીલી ફ્લેક્સ
  • તેલ 2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • મીઠો લીમડો

સોજી બ્રેડ ટોસ્ટ બનાવવાની રીત
સોજી બ્રેડ ટોસ્ટ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં સોજી, દહીં, સમારેલી ડુંગળી, સમારેલા ટામેટા, સમારેલા લીલા મરચાં, મીઠું, સમારેલી કોથમીર, પાણી નાખીને બરાબર બધી વસ્તુઓને એકસાથે મિક્સ કરીને જાડી પેસ્ટ તૈયાર કરી લો.

હવે બ્રેડ સ્લાઈસ પર આ તૈયાર કરેલી પેસ્ટ લગાવીને ઉપરથી સમારેલા ટામેટાં અને ચીલી ફ્લેક્સ નાખી દો. આ પછી એક કડાઈમાં ટોસ્ટનું ટેમ્પરિંગ બનાવવા માટે તેલ ગરમ કરો.

આ તેલમાં રાઈ અને મીઠો લીમડો નાખ્યા બાદ તેમાં બ્રેડ નાખી દો. હવે બ્રેડની બીજી બાજુ પણ પેસ્ટ લગાવી લો અને થોડા સમય પછી પલટાવીને તેને પણ સારી રીતે શેકી લો. તૈયાર છે તમારા સ્વાદિષ્ટ સોજી બ્રેડ ટોસ્ટ.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...