Homeરસોઈઆ ટિપ્સ ફોલો કરીને...

આ ટિપ્સ ફોલો કરીને ઘરે બનાવો ક્રિસ્પી જલેબી, મજા પડી જશે

આપણા દેશમાં ઘણા ઘણી બધી અને અલગ-અલગ પ્રકારની મીઠાઈ બનાવવામાં આવે છે. તેમાંથી એક છે જલેબી. મોટાભાગના લોકોને જલેબી પસંદ હોય. તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જો જલેબી ક્રિસ્પી હોય તો ખાવામાં મજા પડી જાય છે. ક્રિસ્પી જલેબી દહીં સાથે ખાવાનું વિચારવાથી જ મોંમાં પાણી આવી જાય છે.

આજે અમે તમને આ આર્ટિકલમાં ઘરે મિનિટોમાં ક્રિસ્પી જલેબી કેવી રીતે બનાવી શકાય તેની સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છે.

જો તમે ઘરે બેઠા ક્રિસ્પી જલેબીની મજા માણવા માંગતા હોવ તો અહીં જણાવેલી ટ્રિક્સથી તમે સરળતાથી સ્વાદિષ્ટ જલેબી બનાવી શકો છો.

કેવી રીતે તૈયાર કરવું બેટર

જલેબી બનાવવા માટે સૌથી મહત્વની બાબત છે તેનું બેટર તૈયાર કરવું.
ધ્યાન રાખો કે બેટર વધુ પાતળું ન થાય.
પાતળું બેટર તપેલીમાં ફેલાઈ જાય છે, જેના કારણે જલેબી બરાબર બનતી નથી.
સોજીની જલેબી બનાવતી વખતે સોજી અને દહીં મિક્સ કરીને ઓછામાં ઓછા 15 મિનિટ માટે ઢાંકીને રાખો.
જેથી દહીં સોજી સાથે બરાબર મિક્સ થઈ જાય અને જલેબી ક્રિસ્પી બને.
જો એવું લાગે કે સોજી ફૂલી ગયા પછી બેટર ખૂબ ઘટ્ટ થઈ ગયું છે, તો તેમાં થોડું દહીં ઉમેરી શકાય છે.
કેવી રીતે બનાવવી જલેબી

જલેબી બનાવવા માટેની જરૂરી સામગ્રી

1/2 કપ સોજી
1 કપ મેંદા
1 1/2 કપ દહીં
1 1/2 કપ ખાંડ
1/2 ચમચી એલચી પાવડર
જરૂર મુજબ તેલ અથવા ઘી
જરૂર મુજબ પાણી
1/4 ચમચી ખાવાનો સોડા
8-10 કેસરના દોરા
1 કાણાંવાળું જાડું કાપડ અથવા જલેબી કોન

જલેબી બનાવવાની રીત

સૌપ્રથમ મેંદા, સોજી અને દહીંને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.
તૈયાર કરેલ પેસ્ટને ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ સુધી ઢાંકી રાખો.
20 મિનિટ પછી પેનમાં તેલ ગરમ કરી લો.
જલેબીના બેટરને કપડાં અથવા કોનમાં ભરીને જલેબીનો આકાર આપીને પેનમાં નાખો.
ગેસની આંચ ઓછી કરીને જલેબી ગોલ્ડન થાય ત્યાં સુધી રાંધો.
અન્ય ગેસ પર પાણી અને ખાંડ ઉમેરીને ચાસણી તૈયાર કરો અને તેમાં થોડો એલચી પાવડર ઉમેરી દો.
જલેબી ગોલ્ડન થવા પર તેને પેનમાંથી કાઢી લો.
જલેબીને ગરમ ચાસણીમાં 1 થી 2 મિનિટ માટે બોળી લો.
આ રીતે એક પછી એક પેનમાંથી જલેબી કાઢીને ચાસણીમાં બોળીને ગરમા-ગરમ સર્વ કરો.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...