Homeમનોરંજનઅનંત અને રાધિકાની સગાઇમાં...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ કરાવે છે.એ સભ્ય બીજું કોઈ નહી પરંતુ તેનો પેટ ડોગ હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને બિઝનેસમેન વીરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. બંનેએ ગયા વર્ષે મુંબઇમાં એક ગોળધાણા સેરેમનીમાં સગાઇ કરી હતી. પરંતુ શું તમે જાણો છો કે આ સગાઇ માટે રિંગ લાવનાર એટલે કે રિંગ બિયરર કોણ હતું? આ સભ્યને અંબાણી ફેમિલી માટે લકી માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં વરરાજાની બહેન ઇશા અંબાણી પીરામલ રિંગ બિયરરને ઇન્ટ્રોડ્યુસ કરતાં જોવા મળી રહી છે.

ઈશા અંબાણી પીરામલે એનાઉન્સ કરતાની સાથે જ તેનો પેટ ડોગ એન્ટર કરે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની એન્ગેજમેન્ટ લાવનાર બીજુ કોઇ નહીં પરંતુ તેનો પેટ ડોગ હતો. ડોગના ગળામાં લાલ રંગનો સ્કાર્ફ હતો અને તેની સાથે એન્ગેજમેન્ટ રિંગ બાંધેલી હતી. જ્યારે ડોગ સ્ટેજ પર પહોંચ્યો ત્યારે અનંત અંબાણીએ એન્ગેજમેન્ટ રિંગ કાઢી.

આ પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે સગાઈ કરી લીધી. તેમના પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના દીકરાની સગાઈમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. અનંત અને રાધિકાએ મુંબઈમાં ગોળ ધાણા સેરેમનીમાં સગાઈ કરી હતી.

1લી થી 3જી માર્ચ દરમિયાન યોજાશે પ્રી-વેડિંગ સેરેમની

આ રિવાજ હેઠળ, કન્યા અને તેનો પરિવાર મીઠાઈઓ અને ભેટો સાથે વરરાજાના ઘરે પહોંચે છે. પછી કપલ સગાઈ કરે છે અને પરિવારની 5 પરિણીત મહિલાઓ પાસેથી આશીર્વાદ લે છે. હવે, અનંત-રાધિકા તેમના પ્રી-વેડિંગ સેરેમની માટે તૈયાર છે. આ સમારોહ 1લી થી 3જી માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાશે.

પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપશે આ બોલિવૂડ સેલેબ્સ

આ પ્રી-વેડિંગ સેરેમનીમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન અને રજનીકાંત સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર સેલેબ્સ હાજર રહેશે. આ સેલિબ્રેશનમાં સલમાન ખાન પણ ભાગ લેશે. અક્ષય કુમાર તેની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પણ હાજરી આપશે.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...