Homeક્રિકેટWPL 2024માં સતત બીજા...

WPL 2024માં સતત બીજા દિવસે અંતિમ બોલ પર આવ્યું મેચનું રિઝલ્ટ, બેંગલોરની જીત સાથે શરૂઆત

WPL 2024માં પોતાના પહેલા મુકાબલામાં કેપ્ટન સ્મૃતિ મંધાનાની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે યુપી વોરિયર્સને હરાવી આ સિઝનની વિજયી શરૂઆત કરી છે. અંતિમ બોલ સુધી ચાલેલા મુકાબલામાં યુપીની દિપ્તી શર્મા અંતિમ બોલ પર બાઉન્ડ્રી ન ફટકારી શકતા બેંગલોરની જીત થઈ હતી.
વુમન્સ પ્રીમિયર લીગમાં સતત બીજા દિવસે ભારે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો.

બેંગલોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સામનો યુપી વોરિયર્સ સમે થયો હતો. આ મેચમાં યુપીની કેપ્ટન એલિસા હીલીએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને બેંગલોરને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રિચા ઘોષ અને સભીનેની મેઘનાની ફિફ્ટીના સહારે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા અને યુપી વોરિયર્સને જીતવા 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

વિકેટ કીપર બેટર રિચા ઘોષે 37 બોલમાં 12 ચોગ્ગાની મદદથી સૌથી વધુ 62 રન ફટકાર્યા હતા, જ્યારે સભીનેની મેઘનાએ 44 બોલમાં 53 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

158 રનના ટાર્ગેટનો પીછો કરતા યુપી વોરિયર્સની કોઈ બેટર મોટી ઈનિંગ ન રમી શકી. તેમણે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. યુપી તરફથી ગ્રેસ હેરિસે સૌથી વધુ 33 અને શ્વેતા સેહરાવતે 31 રન બનાવ્યા હતા. બેંગલોરની શોભના આશાએ સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી.

આ મેચ અંતિમ ઓવર સુધી ચાલી હતી, જેમાં અંતિમ 2 બોલમાં યુપીને જીતવા 9 રનની જરૂર હતી અને દિપ્તી શર્માએ બાઉન્ડ્રી ફટકારતા યુપીને મેચ જીતવા એક બોલ પર પાંચ રનની જરૂર હતી, પરંતુ અંતિમ બોલ પર દિપ્તી માત્ર બે રન જ બનાવી શકી હતી અને બેંગ્લોરે યુપીને 3 રને હરાવ્યું હતું.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...