Homeરસોઈઓછા મસાલાથી શિયાળામાં ઘરે...

ઓછા મસાલાથી શિયાળામાં ઘરે બનાવો પનીરનું આ શાક, મળશે લાજવાબ સ્વાદ

મિનરલ્સ અને પ્રોટીનથી ભરપૂર છે આ શાક
શિયાળામાં ભાજીના શાક હેલ્થને આપે છે અનેક ફાયદા
આ શાક ઘરે સરળતાથી બની શકે છે
હાલમાં શિયાળાની સીઝન ચાલી રહી છે ત્યારે માર્કેટમાં અનેક ભાજી મળી રહી છે. તમે આ તાજી ભાજી ને પનીરની મદદથી ઘરે ખાસ શાક ઝડપથી બનાવી શકો છો. તેનો સ્વાદ નાના બાળકોથી માંડીને મોટેરાંઓને પણ ભાવે છે. લીલી ભાજીનું શાક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી રહે છે.

પાલકના અને મેથીની લીલી તાજી ભાજી અને પનીરને મેળવીને બનાવવામાં આવેલું પનીર પાલક મેથીનું સૂકું શાક સ્વાદમાં તો લાજવાબ હોય જ છે. સાથે-સાથે તે મિનરલ અને પ્રોટિનથી ભરપૂર પણ હોય છે. જો તેને ઓછા મસાલાની સાથે બનાવવામાં આવે તો સાગનો સ્વાદ વધારે ઉભરીને આવે છે. અને આજે અમે તમારી માટે આવી જ રેસિપી લઈને આવ્યા છીએ.

સામગ્રી

-250 ગ્રામ પાલક ઝીણી સમારેલી

-250 ગ્રામ મેથી ઝીણી સમારેલી

-250 ગ્રામ પનીર

-2 થી 3 ટેબલસ્પૂન તેલ

-1 ચપટી હિંગ

-1/2 ટીસ્પૂન જીરૂં

-1/4 ટીસ્પૂન હળદર

-1 ટીસ્પૂન ધાણા પાવડર

-1 નંગ ટામેટું ઝીણું સમારેલું

-1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર

-2 નંગ લીલા મરચાં ઝીણા સમારેલી

-1/2 ટીસ્પૂન ખાંડ

-મીઠું સ્વાદાનુસાર

રીત

પનીરના સૌપ્રથમ 1-1 ઈંચના ચોરસ કટકા કરી લો. ત્યાર બાદ એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરો. ગરમ તેલમાં પનીરના ટુકડા ઉમેરીને સાંતળો. લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો. હવે આ ટુકડાને એક પ્લેટમાં કાઢી લો. હવે એ જ પેનમાં જે થોડું ઘણું તેલ વધ્યું હશે. તેમાં બીજું એક ચમચી તેલ ઉમેરીને ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે હિંગ ઉમેરીને 10 થી 15 સેકન્ડ સાંતળો. ત્યાર બાદ તેમાં ઝીણા સમારેલા મરચાં, ઝીણા સમારેલા ટામેટાં, હળદર, અને ધાણા પાવડર ઉમેરીને સાંતળો. મસાલાને થોડો સાંતળી લો. ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી મેથી, ઝીણી સમારેલી પાલક, મીઠું, લાલ મરચું પાવડર અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. શાકને મધ્યમ તાપે ઢાંકીને પાંચ મિનિટ માટે ચઢવા દો. ત્યાર બાદ ચેક કરો. શાક ચઢી ગયું હોય તો તેમાં પનીરના ટુકડા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. શાકને ફરીથી ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે ચઢવા દો. પનીર મેથી પાલકનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લો. ગરમા-ગરમ શાકને પરાઠા કે નાનની સાથે સર્વ કરો.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...