Homeરસોઈહળવા નાસ્તા માટે પરફેક્ટ...

હળવા નાસ્તા માટે પરફેક્ટ છે સોજી ઈડલી, ઘરે સરળતાથી આ રીતે કરો તૈયાર

સાઉથ ઈન્ડિયન ફૂડ દરેકને ખૂબ જ પસંદ આવે છે. તેમાં પણ ઈડલીની તો વાત જ કંઈક જુદી હોય છે. ઈડલી ટેસ્ટી હોવાની સાથે જ ખૂબ જ હેલ્ધી પણ હોય છે. તમે જો દિવસની શરુઆત ટેસ્ટી અને હેલ્ધી બ્રેકફાસ્ટની સાથે કરવા માંગો છો, તો સોજીમાંથી બનેલી ઈડલીને ટ્રાય કરી શકો છો. સોજી ઈડલી પાચનની દ્રષ્ટિએ પણ ખૂબ જ હળવી હોય છે. ઘણી વખત એક જ નાસ્તો ખાવાથી કંટાળો આવવા લાગે છે, આવી સ્થિતિમાં જો તમે નવી વાનગી ખાવા માંગો છો તો તેના માટે સોજીની ઈડલી એક સારો વિકલ્પ બની શકે છે.

સોજીની ઈડલી સરળતાથી તૈયાર થવાની સાથે જ ઓછા સમયમાં બની જાય છે. તેનો સ્વાદ બાળકોથી લઈને મોટા સુધી દરેકને પસંદ આવે છે. સોજીની ઈડલીને નાસ્તામાં પણ ખાઈ શકાય છે. તમે ક્યારેય સોજીની ઈડલી નથી બનાવી તો અમારા દ્વારા જણાવવામાં આવેલી રીતની મદદથી તેને સરળતાથી તૈયાર કરી શકો છો.

સામગ્રી
સોજીની ઈડલી બનાવવા માટે રવો અથવા સોજી, દહીં, પાણી, રાય, તેલ, જીરું, કરી પત્તા, બારીક લીલા મરચાં, ચણાની દાળ, હિંગ, છીણેલું આદુ, બારીક ગાજર, બારીક લીલા ધાણા, હળદર, લાલ મરચું પાવડર, મીઠું અને ઈનો.

બનાવવાની રીત
સોજીની ઈડલી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં સોજી લો. તેમાં દહીં, મીઠું અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે પાણી ઉમેરો અને જાડી પેસ્ટ બનાવવા માટે સારી રીતે ફેંટી લો. 5 મિનિટ માટે ઢાંકીને રાખી દો.

હવે તેમાં કરી પત્તા, બારીક સમારેલા મરચાં, છીણેલું આદુ, બારીક સમારેલા ગાજર અને બારીક સમારેલી લીલા ધાણા ઉમેરો. એક કડાઈ લો અને તેમાં રાય, જીરું, લાલ મરચાં અને કરી પત્તાનો તડકો લગાવો.

તેને બાઉલમાં ઢાંકીને રાખેલી પેસ્ટમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો. હવે તે બેટરમાં ઈનો ઉમેરીને સારી રીતે મિક્સ કરી દો. બે મિનિટ પછી ઈડલીના મોલ્ડમાં બેટરને નાખીને સ્ટીમ થવા માટે રાખી દો. 15 મિનિટ પછી સ્ટીમર બંધ કરો અને ગરમાગરમ સોજી ઈડલીને મનપસંદ ચટણીની સાથે સર્વ કરો.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...