Homeક્રિકેટચોમાસામાં પ્રેક્ટિસ માટે મુશ્કેલી...

ચોમાસામાં પ્રેક્ટિસ માટે મુશ્કેલી પડતા પિતાએ ઘરે જ પીચ બનાવી, ક્રિકેટર સચિન તેડુલકરનો તોડી ચૂક્યો છે રેકોર્ડ

સરફરાઝ ખાનના પિતા નૌશાદ ખાને પોતાની આખી જીંદગી ક્રિકેટને સમર્પિત કરી છે. તેના પિતાનું સપનું હતુ કે, તે ભારત માટે ઈન્ટરનેશનલ લેવલ પર રમે પરંતુ તે પૂર્ણ કરી શક્યા નહિ ત્યારે પિતાનું આ સપનું હવે બાળકો પૂર્ણ કરવા જઈ રહ્યા છે.સરફરાઝ ખાનના પરિવાર વિશે જાણીએ.
સરફરાઝના પિતા નૌશાદ ખાન પણ ક્રિકેટર હતા. તે મુંબઈ તરફથી રણજી ટ્રોફી રમી ચૂક્યા છે.

સરફરાઝની માતા તબસ્સુમ ખાન ગૃહિણી છે. સરફરાઝના બે ભાઈઓ મુશીર ખાન અને મોઈન ખાન પણ સારા એવા ક્રિકેટર છે.

નૌશાદની વરસોની મહેનત બાદ પરિણામ એ આવ્યું કે, તેનો પુત્ર સરફરાઝ ખાને રણજી ટ્રોફીમાં ત્રિપલ સેન્ચુરી લગાવી હતી અને ત્યારબાદ ડબલ સેન્ચુરી ફટકારી લાઈમ લાઈટમાં આવ્યો હતો. તેના બીજા નંબરનો પુત્ર મોઈન પણ ક્રિકેટ રમે છે.

સરફરાઝનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો. તેમનો પરિવાર ઉત્તર પ્રદેશના આઝમગઢનો વતની છે. તેમનું મોટાભાગનું બાળપણ આઝાદ મેદાનમાં વીત્યું હતું.

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન પણ અંડર 19 વર્લ્ડકપમાં તેની બેટિંગથી ધમાલ મચાવી હતી. નૌશાદ ખાનના પુત્રોના શાનદાર પ્રદર્શનથી પિતા ખુબ જ ખુશ છે.સરફરાઝ ખાન ફરી ચર્ચામાં આવ્યો જ્યારે તેણે હેરિસ શીલ્ડ મેચમાં 421 બોલમાં 439 રન બનાવીને સચિન તેંડુલકરનો 45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

સરફરાઝ જમણા હાથનો બેટ્સમેન અને બોલર પણ છે. તેણે 2014 અને 2016માં ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાંનો એક છે.

સરફરાઝ ખાને 6 ઓગસ્ટના રોજ કાશ્મીરના શોફિયામાં રહેતી રોમાના સાથે લગ્ન કર્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ બંન્નેની પહેલી મુલાકાત દિલ્હીમાં થઈ હતી. સરફરાઝ ખાનની પત્ની ખુબ જ સુંદર છે.

સરફરાઝ નૌશાદ ખાનનો જન્મ 22 ઓક્ટોબર 1997ના રોજ મુંબઈમાં થયો હતો.જે ભારતીય ક્રિકેટર છે જે રણજી ટ્રોફીમાં મુંબઈ માટે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે.

જ્યારે તેણે વર્ષ 2015માં ફ્રેન્ચાઇઝી RCB માટે IPLમાં સામેલ થયો, ત્યારે તે IPL મેચ રમવા માટે માત્ર 17 વર્ષ અને 177 દિવસની ઉંમરનો સૌથી યુવા ખેલાડી હતો.

તેમનું કોચિંગ નાની ઉંમરે શરૂ થયું જ્યારે તેમના પિતાએ બોલને સારી રીતે ટાઇમિંગ કરવાની તેમની પ્રતિભા શોધી કાઢી. ચોમાસાની સ્થિતિમાં તેમના માટે તેમના ઘરેથી ગ્રાઉન્ડ સુધી પહોંચવું મુશ્કેલ હતું, તેથી પ્રેક્ટિસ માટે તેમના ઘરની બાજુમાં સિન્થેટિક પીચ બનાવી હતી. ક્રિકેટના કારણે તે 4 વર્ષ સુધી શાળામાં જઈ શક્યો ન હતો, તેથી તેના ગણિત અને અંગ્રેજી માટે પ્રાઈવેટ ટ્યુશન રાખ્યું હતુ.

Most Popular

More from Author

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ...

સર લઈને જોવું છે કે તે કેવી લાગે છે?😅😝😂😜🤣🤪

પડોશણે મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીનેકહ્યું : દીદી,આમાંથી કયા...

Read Now

તે આણે ગાયબ કરી દીધી છે.😅😝😂😜🤣🤪

પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.પતિ : જે ચોરી કરે છે,પાછળથી ખુબ પસ્તાય છે.પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,મારું દિલ ચોર્યું હતું,એના વિષે તમારો શું ખ્યાલ છે?પતિ : એજ તો કહી રહ્યો છું,જે ચોરી કરે છે તે પાછળથી ખુબ...

‘સમય દેખાતો નથી પરંતુ…’, જેલમાંથી બહાર આવતા જ એલ્વિશ યાદવની પોસ્ટે મચાવી ધમાલ

બિગ બોસ OTT 2 ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એલ્વિશની સાપની દાણચોરી અને રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી). આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ પાંચ દિવસ જેલમાં...

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...