Homeરસોઈસ્થૂળતા જ નહીં બીપીમાં...

સ્થૂળતા જ નહીં બીપીમાં પણ ફાયદારૂપ છે દૂધીનું સેવન, ડાયટમાં કરો સામેલ

તમે પણ દૂધીના નામથી મોં બગાડો છો તો તમારે ચેતી જવાની જરૂર છે. જો તમે દૂધીના સેવનથી થતા ફાયદા જાણી લેશો તો તમે રોજ વિવિધ પ્રકારે તેનું સેવન કરી શકો છો.

નાના બાળકોથી માંડીને મોટેરાંઓ પણ તેને ખાવાનું ટાળે છે. જો તમે પણ આવું કરો છો તો તમારે ચેતી જવાની જરૂર છે. દૂધીમાં થાયમિન, રાઈબોફ્લેવિન, મિનરલ્સ, ફોસ્ફરસ અને સોડિયમ રહેલું હોય છે. જે વ્યક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દૂધીનો જ્યુસ પીવાથી પણ અનેક ફાયદા થાય છે જેમકે વાત, પિત્ત અને કફમાં રાહત મળે છે. આ સાથે સ્થૂળતાની સમસ્યાથી પણ રાહત મળે છે. તમે દૂધીનું વિવિધ પ્રકારે સેવન કરી શકો છો. દૂધીનું શાક, દૂધીનો જ્યુસ, દૂધીના મૂઠિયા અને દૂધીના રોટલા. તો જાણો દૂધીના સેવનના ફાયદા પણ.

વેટ લોસ

દૂધીમાં ફાઈબરની સાથે વિટામિન બી, સી, એ, કે અને ઈની સાથે આયર્ન અને મેગ્નેશિયમ જેવા અનેક તત્વો હોય છે. જે વેટ લોસમાં મદદ કરે છે. આ સાથે દૂધીમાં ફાઈબર અને વસાનું પ્રમાણ પાચનતંત્રને સ્વસ્થ રાખવાની સાથે શરીરમાં ઉર્જાના સ્તરને કાયમ રાખે છે. જો તમે જલ્દી વેટલોસ કરવા ઈચ્છો છો તો રોજ સવારે ખાલી પેટે દૂધીના જ્યુસનું સેવન કરો તે લાભદાયી છે.

હાઈ બીપી

દૂધીના જ્યૂસમાં રહેલા પોટેશિયમ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા વિટામિન સી અને ફ્લેવોનોઈડ્સ થ્રોમ્બોક્સેન નામનું પ્રોટીન ઓછું કરે છે અને લોહીને પાતળું કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું પોટેશિયમ સારા પ્રમાણમાં લોહીની કોશિકાઓને પ્રેશરને કંટ્રોલમાં રાખીને તેને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. પોટેશિયમ લોહીની નસોની દીવાલોને રિલેક્સ કરીને બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

યૂરિક એસિડ

શરીરમાં યૂરિક એસિડનું પ્રમાણ વધવાથી અનેક જગ્યાએ સોજાની સમસ્યા આવી શકે છે. તેનાથી ધૂંટણમાં દર્દ રહે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે દૂધીના જ્યુસનું સેવન કરી શકો છો. તેમાં વિટામિન બી, સી અને આયર્ન જેવા તત્વો હોય છે. તેનો જ્યૂસ ખાલી પેટે લેવાય તો તેના સ્તરને ઘટાડવામાં મદદ મળે છે.

હાર્ટની તંદુરસ્તી

દૂધીમાં વોટર કંટેટ હાઈ હોવાની સાથે જરૂરી માઈક્રો ન્યૂટ્રિએન્ટ્સ હોય છે. એટલું નહીં તેમાં લો સેચ્યુરેટેડ ફેટ્સ પણ હોય છે. દૂધીમાં રહેલા આ પ્રોપર્ટીઝને કારણે તે બ્લડ લિપિક લેવલ્સને લો રાખીને હાર્ટ ડિસિઝ અને સ્ટ્રોકના જોખમને ઘટાડે છે.

કબજિયાતથી રાહત

જો તમને કબજિયાતની સમસ્યા છે તો દૂધીનું સેવન લાભદાયી રહે છે. તેનો જ્યૂસ પીવાથી જૂનામાં જૂની કબજિયાત દૂર થાય છે. 50 મિલિ દૂધીનો જ્યુસ પીવાથી પેટદર્દ, અલ્સર અને કબજિયાતમાં રાહત મળે છે. પાણી અને ફાઈબરથી ભરપૂર દૂધીનું સેવન પાચનતંત્રને સાફ કરે છે અને મળત્યાગને સરળ બનાવે છે.

Most Popular

More from Author

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

Read Now

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...

WPL 2024માં દિલ્હીની પહેલી જીત, યુપીની સતત બીજી મેચમાં હાર

શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગની શાનદાર અડધી સદીની ઈનિંગ્સના આધારે દિલ્હી કેપિટલ્સે સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મહિલા પ્રીમિયર લીગ મેચમાં યુપી વોરિયર્સને હરાવ્યું હતું. દિલ્હીએ આ મેચ નવ વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં યુપીની ટીમ દિલ્હી સામે ટકી શકી ન હતી. પહેલા તેમની...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...