Homeરસોઈઢાબાના ટેસ્ટને ભૂલાવી દે...

ઢાબાના ટેસ્ટને ભૂલાવી દે તેવું કાઠિયાવાડી કાજુ ગાઠિયાનું શાક ઘરે જ બનાવો, નોંધી લો રેસિપી

દરરોજ સાંજ પડેને જમવામાં શું બનાવવું તે દરેક ઘરમાં કોમન પ્રશ્ન હોય છે. દરેક ઘરમાં દરેક સદસ્યોને અલગ-અલગ ડીશ પસંદ હોય છે, માટે કોઈ એક ડીશ પર બધા સહમત થાય તેવું ભાગ્યેજ બને છે. તમારા આ પ્રશ્ન માટે આજની રેસિપી જ જવાબ છે. દરેકને પસંદ પડે તેવું ટેસ્ટી કાઠિયાવાડી કાજુ ગાઠિયાનું શાક આજે સાંજે જ ટ્રાય કરો. જેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે અને તે ઝડપથી તૈયાર પણ થઈ જાય છે.

આજે અમે આ લેખના માધ્યમથી તમને કાજુ ગાઠિયાનું શાક બનાવવાની સરળ રેસિપી જણાવીશું…

કાજુ ગાઠિયાનું શાક

સામગ્રી

2 કપ ગાઠિયા
-15થી 20 નંગ કાજુના ટુકડા
3 ચમચી તેલ
ચપટી હિંગ
1 કપ ડુંગળીની પેસ્ટ
1 ચમચી હળદર
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી જીરું પાવડર
1/2 ચમચી ગરમ મસાલો
1/2 કપ ટામેટાની પ્યૂરી
સ્વાદ પ્રમાણે મીટું
ચપટી ખાંડ
1 કપ છાશ
થોડું પાણી
બનાવવાની રીત
સૌથી પહેલા એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે કાજુને તેમાં સાંતળી લો. બાદમાં કાજુને પ્લેટમાં લઈ લો.

આજ પેનનો ઉપયોગ શાક બનાવવા માટે કરો. જે તેલ છે તે ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરીને ડુંગળીની પેસ્ટ સાંતળી લો. તે થોડી લાઈટ કલરની થાય પછી તેમાં લાલ મરચું પાવડર, જીરું પાવડર, હળદર તેમજ ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરો લો.

હવે તેમાં ટામેટાની પ્યૂરી ઉમેરી થોડીવાર ચડવા દો. તેમાં મીઠું અને ખાંડ પણ એડ કરો. ગેસની ફ્લેમ મીડિયમ રાખવી અને બધા મસાલા એકબીજા સાથે ભળીને એકરસ થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ગેસની ફ્લેમ ધીમી કરીને તેમાં છાશ ઉમેરીને મિક્સ કરી લો. થોડું પાણી પણ ઉમેરવું.

ગ્રેવી ઘટ્ટ રાખવી હોય તો પાણી તે પ્રમાણે નાખવું, હવે તેમાં કાજુ અને ગાઠિયા એડ કરીને મિક્સ કરી લો. 1-2 મિનિટ માટે ચડવા દો. તો તૈયાર છે ઢાબા સ્ટાઈલ કાજુ-ગાઠિયાનું શાક. આ શાકને રોટલા કે પરોઠા સાથે સર્વ કરો.

Most Popular

More from Author

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

Read Now

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોયમને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- મને લાગે છે કેતમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.😜😅😝😂🤪🤣 સ્ત્રી-...

જો તમે પણ મહારાષ્ટ્ર જઈ રહ્યા છો તો ચોક્કસથી આ પ્રખ્યાત ફૂડનો આનંદ લો, સ્વાદ તમને વારંવાર ખાવાનું મન થશે.

મહારાષ્ટ્રના કેટલાક સ્થળોની સુંદરતાના વખાણ કરવામાં શબ્દો ઓછા પડે છે. મહારાષ્ટ્રમાં સ્થિત લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર ઉપરાંત, પંચગની, માથેરાન અને ઇગતપુરી હિલ સ્ટેશન જેવા સ્થળોની મુલાકાત લેવા દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે. મહારાષ્ટ્રમાં જુન્નર કોઈ સુંદર જગ્યાથી ઓછું નથી.પુણેથી લગભગ 100 કિમી દૂર જુન્નર નામનું સુંદર શહેર છે. આ...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...