Homeમનોરંજનધોતી કુર્તામાં સજ્જ થઈને...

ધોતી કુર્તામાં સજ્જ થઈને અયોધ્યા જવા રવાના થયો રણબીર કપૂર, સાડીમાં સજ્જ જોવા મળી આલિયા ભટ્ટ, જોઈને ચાહકો બોલ્યા, “દિલ જીતી લીધું.”

સવાર થતા જ સફેદ ધોતી, બ્લુ સાડીમાં આલિયા ભટ્ટ પણ રામલલાના દર્શન માટે પહોંચી, ચાહકો બોલ્યા, “દિલ જીતી લીધું…”

Alia Ranbir arrives in Ayodhya : આજનો દિવસ ભારત દેશ માટે એક ઐતિહાસિક દિવસ બની જવાનો છે. કારણ કે આજે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જે સપનું દેશવાસીઓએ 500 વર્ષ સુધી જોયું હતું તે આજે પૂર્ણ થવાનું છે.

અને તેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પ્રસંગમાં સામેલ થવા માટે દેશ અને વિદેશથી ઘણા બધા સેલેબ્સ આવી રહ્યા છે અને તેમાં બોલીવુડના પણ ઘણા બધા મોટા મોટા સ્ટાર્સ પણ અયોધ્યા પહોંચ્યા છે.

આલિયા, રણબીર અને રોહિત એરપોર્ટ પર :

રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા આવેલા રણબીર કપૂરે દિલ જીતી લીધું. મુંબઈ એરપોર્ટ પર રણબીર કપૂર આલિયા અને રોહિત શેટ્ટી સાથે જોવા મળ્યા હતા. તે હંમેશા એરપોર્ટ પર જોવા મળે છે પરંતુ તેનો લુક એટલો ખાસ હતો કે તેને જોવાની જ મજા આવતી હતી. જાન્યુઆરીની કડકડતી ઠંડીને અવગણીને રણબીરે આ પ્રસંગને મહત્વ આપ્યું.

રણબીરના લુકે જીત્યા દિલ :

રણબીર સફેદ ધોતી અને કુર્તામાં જોવા મળ્યો હતો. રણબીરને જોઈને બધાએ કહ્યું કે જો રણબીર કપૂરને ખરેખર નીતિશ તિવારીની રામાયણમાં રામના રોલમાં સાઈન કરવામાં આવ્યો હોય તો તેણે સારું કામ કર્યું છે. રણબીર સાથે આલિયા ભટ્ટ અને રોહિત શેટ્ટી પણ હતા.

આલિયા બ્લુ સાડીમાં જોવા મળી :

આલિયા બ્લુ કલરની સાડીમાં જોવા મળી હતી. રોહિત શેટ્ટીએ કુર્તા પાયજામા અને તેની સાથે જેકેટ પણ પહેર્યું હતું. પરંતુ ભાઈ રણબીર કપૂરે અજાયબી કરી બતાવી. આ લુકમાં તે ખૂબ જ સારો લાગી રહ્યો હતો. રણબીરે તેના ધોતી કુર્તા સાથે શાલ ઓઢી હતી.

ચાહકોને પસંદ આવ્યો રણબીરનો લુક :

રણબીરના લુકને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. એક ચાહકે લખ્યું, રણબીરે બતાવ્યું છે કે તે ફિલ્મમાં શ્રી રામનો રોલ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેને જોઈને લાગે છે કે તે તેની ભૂમિકાને સંપૂર્ણ ન્યાય આપશે.

પ્રસંગ અનુસાર પોશાક :

મોટા ભાગના લોકોને ગમ્યું કે રણબીરે પ્રસંગ અનુસાર ખૂબ જ સારો પોશાક પસંદ કર્યો. એક પ્રશંસકે લખ્યું, જો રણબીર જીન્સ પહેરીને ગયો હોત તો શું થાત… પરંતુ તેણે આ ખાસ અવસર પર પોતાના લુકથી દિલ જીતી લીધા.

Most Popular

More from Author

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

Read Now

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...

સલમાનના આ ન્યૂ આઇકોનિક અંદાજ પર ફેન્સ થયા ફિદા

સલમાન ખાન હાલમાં જ આ વર્ષના સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં પોતાના ભાઈ સોહેલ ખાનની ટીમને સપોર્ટ કરવા માટે દુબાઈના શારજાહમાં ગયા હતા. અભિનેતા હવે મુંબઈ પાછા ફરી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં પોતાના પ્રશંસકોની સાથે એક્ટર વાતચીત કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...