Homeમનોરંજનપોતાના જેવા જ રૂપને...

પોતાના જેવા જ રૂપને ન જોઈ શકી નોરા, કહ્યું…

રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, કાજોલ, સારા તેંડુલકર અને પ્રિયંકા ચોપરા તો ડીપફેકનો શિકાર બન્યા જ હતા પણ હવે બોલિવૂડની વધુ એક અભિનેત્રી ડીપફેકનો શિકાર બની છે. હા, નોરા ફતેહીનો આવો જ એક વિડીયો સામે આવ્યો હતો.

એક તરફ દિલ્હી પોલીસે જ્યાં રશ્મિકાના ડીપફેક વીડિયો બનાવનાર આરોપીની ધરપકડ કરી છે, તો બીજી તરફ નોરા ફતેહીનો ડીપફેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

નોરાએ પોતે ડીપફેકનો શિકાર બની હોવાની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. નોરા પોતાનો આ ફેક વીડિયો જોઈને એકદમ ચોંકી ગઈ છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

શું છે આ નોરાના ડીપફેકમાં?

આ ડીપફેક (Nora Fatehi Deepfake)માં એવું બતાવવામાં આવી રહ્યું છે કે નોરા કોઈ બ્રાન્ડને સમર્થન આપી રહી છે. સાથે જ આ પોસ્ટે ઝડપથી ઑનલાઇન લોકપ્રિયતા મેળવી છે. નોરાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આ વિડિયોમાંથી સ્ક્રીન શૉટ શૅર કર્યો હતો.

ભારતમાં ડીપફેકને લઈને વધતી જતી ચિંતા વચ્ચે, નોરા ફતેહી ડિજિટલી મેનિપ્યુલેટેડ મીડિયા સામે ચાલી રહેલી લડાઈમાં સૌથી તાજેતરનું લક્ષ્‍ય બની ગઈ છે. બહોળા પ્રમાણમાં પ્રસારિત થયેલા વિડિયોમાં અભિનેત્રી ફેશન બ્રાન્ડને પ્રમોટ કરતી જોવા મળી રહી છે.

શું કહ્યું નોરા ફતેહીએ?

નોરા ફતેહીએ તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શૅર કરી હતી. જે કોઈ કંપનીની જાહેરાત બતાવી રહી છે. નોરા ને એ જાહેરાતનો ભાગ શૅર કર્યો છે. આ સાતે જ નોરાએ લખ્યું હતું કે, “શૉક્ડ! આ હું નથી”

ખરેખર વાસ્તવિક અને નકલી નોરા જેવી દેખાતી છોકરી વચ્ચે તફાવત કરવો ખૂબ મુશ્કેલ છે. આ વીડિયો (Nora Fatehi Deepfake)માં તેનો અવાજ પણ નોરા જેવો જ છે. આ વિડિયો જોઈને કોઈને ખ્યાલ નહોતો કે તે ખરેખર નોરા નહીં પણ કોઈ અન્ય છે. બધા આ છોકરીને નોરા ફતેહી સમજી રહ્યા હતા.

દિલ્હી પોલીસે શનિવારે જ જણાવ્યું હતું કે રશ્મિકા મંદાનાના ડીપ ફેક વીડિયોના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે જે સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત થયો હતો, દક્ષિણ ભારતમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને દિલ્હી લાવવામાં આવ્યો હતો, આ સાથે જ એક અધિકારીએ જણાવ્યું હતું કે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

શું છે નોરાની આગામી ફિલ્મોનું શેડ્યૂલ?

જો આપણે નોરા ફતેહીના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો હાલમાં તે તેની આગામી ફિલ્મ ક્રેક માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં નોરા ફતેહી એક્ટર વિદ્યુત જામવાલસાથે લીડ રોલમાં જોવા મળશે.

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે.તેમના ચાર વર્ષના છોકરા ગોલુનેઆ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યું :મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શું?મમ્મી : જે ઘરમાં ન હોય તે.એક દિવસ ગોલુ બપોરે ટીવી જોઈ રહ્યો હતો,એટલામાં મગનનો...