Homeરસોઈઆ ટ્રિકની મદદથી 20...

આ ટ્રિકની મદદથી 20 મિનિટમાં બનાવો આલૂ ટિક્કી

મોટાભાગના લોકોને બટાકામાંથી બનેલી નાસ્તાની વસ્તુઓ ગમતી હોય છે, જેમ કે, સ્પેશિયલ બટાકા ચાટ અથવા બટાકાની ટિક્કી. ઉત્તર ભારતમાં આલૂ ટિક્કી ચાટ સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ ટિક્કીને મટર અથવા ચણાની દાળના સ્ટફિંગ સાથે બનાવવામાં આવે છે અને તેને ચણા સાથે પીરસવામાં આવે છે. આ સાથે જ તેને સ્ટફિંગ વિના પણ ખાટી-મીઠી અને દહીં સાથે પણ પીરસવામાં આવે છે.

ત્યારે આજે અમે તમને 20 મિનિટમાં આલૂ ટિક્કી બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ.

સામગ્રી

10-11 બાફેલા બટાકા
3 ટેબલ સ્પૂન મકાઈનો લોટ
આલૂ ટિક્કી તળવા માટે તેલ
થોડું ઝીણું સમારેલું લીલું મરચું
થોડી ઝીણી સમારેલી કોથમીર
1 નાની ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર
1 નાની ટેબલ સ્પૂન શેકેલું જીરું પાવડર
1 નાની ટેબલ સ્પૂન કાળું મીઠું
ચણાના લોટની ઝીણી સેવ
આમલીની મીઠી ચટણી
કોથમીરની તાખી ચટણી
દહીં
સ્વાદ મુજબ મીઠું
આલૂ ટિક્કી રેસીપી (Aloo Tikki Recipe)

બાફેલા બટાકાને છોલીને છીણી લો.
હવે તેમાં બારીક સમારેલાં લીલાં મરચાં, મીઠું, બારીક સમારેલી કોથમીર અને મકાઈનો લોટ નાખીને બધું બરાબર મિક્સ કરીને લોટ તૈયાર કરી લો.
હવે પેન ગરમ કરીને હાથ પર થોડું તેલ લગાવીને ગૂંથેલા બટાકાનું થોડું મિશ્રણ કાઢી લો.
તમારા હિસાબે નાની કે મોટી ટિક્કી બનાવી શકો છો.
બટાકાના બોલને હથેળીથી દબાવીને ચપટા કરીને ટિક્કીનો આકાર આપો.
બધી ટિક્કી આ જ રીતે બનાવી લો.
હવે ગરમ પેનમાં થોડું તેલ લગાવીને તેને ચારેબાજુ ફેલાવો.
હવે ટિક્કીઓને રાંધવા પેન પર રાખો.
ધ્યાન રાખો કે ટિક્કીને રાંધવા માટે તેજ આંચ પર ન રાખવી જોઈએ.
ટિક્કીઓ નીચેથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
ટિક્કીને ફેરવીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો.
બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થવા પર બટાકાની ટિક્કી તૈયાર છે.
હવે ટિક્કીને સર્વ કરવા માટે તેની પર દહીં, મીઠી આમલીની ચટણી, મસાલેદાર કોથમીરની ચટણી, શેકેલું જીરું પાવડર, કાળું મીઠું અને લાલ મરચું પાવડર નાખો.
સ્વાદ અનુસાર આલૂ ટિક્કીમાં મીઠી ચટણી અને કોથમીરની ચટણી ઉમેરો તો સારું રહેશે.

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

WPL 2024માં દિલ્હીની પહેલી જીત, યુપીની સતત બીજી મેચમાં હાર

શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગની શાનદાર અડધી સદીની ઈનિંગ્સના આધારે દિલ્હી કેપિટલ્સે સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મહિલા પ્રીમિયર લીગ મેચમાં યુપી વોરિયર્સને હરાવ્યું હતું. દિલ્હીએ આ મેચ નવ વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં યુપીની ટીમ દિલ્હી સામે ટકી શકી ન હતી. પહેલા તેમની...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...