Homeક્રિકેટવિવાદથી વિસ્ફોટક બેટિંગ સુધી,...

વિવાદથી વિસ્ફોટક બેટિંગ સુધી, આવુ રહ્યું ડેવિડ વોર્નરનું કરિયર

વોર્નરે ટેસ્ટ કરિયરમાં 112 મેચમાં 8786 રન બનાવ્યા. જેમાં તેણે 37 સેન્ચરી અને 36 ફિફટી ફટકારી. વનડેમાં તેણે 161 મેચમાં 6932 રન ફટકાર્યા જેમાં 22 સેન્ચુરી અને 33 ફિફટી સામેલ છે. જુઓ તેની વિદાયની તસવીરો.
ડેવિડ વોર્નરને 2011માં તેના હોમ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વખત ટેસ્ટ રમવાની તક મળી હતી. બ્રિસ્બેનમાં પોતાની ડેબ્યૂ મેચમાં તેણે ત્રણ અને અણનમ 12 રન બનાવ્યા હતા.

આ પછી તેણે હોબાર્ટમાં રમાયેલી બીજી મેચમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. પ્રથમ દાવમાં 15 રન બનાવનાર વોર્નરે બીજી ઇનિંગમાં અણનમ 123 રન બનાવ્યા હતા. જો કે ઓસ્ટ્રેલિયાની ટીમ સાત રનથી ટેસ્ટ મેચ હારી ગઈ હતી. હાર છતાં તેણે તે જ સમયે સાબિત કરી દીધું કે તે એક મોટો બેટ્સમેન બની શકે છે.

જ્યારે તેણે પ્રથમ ટેસ્ટ સદીમાં ધીરજ દર્શાવી હતી, તો તેણે ભારત સામેની આગામી શ્રેણીમાં વિસ્ફોટક બેટિંગ બતાવી હતી. પર્થમાં રમાયેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં તેણે પ્રથમ દાવમાં 180 રન બનાવ્યા હતા. વોર્નરે માત્ર 69 બોલમાં પોતાની સદી પૂરી કરીને બધાને ચોંકાવી દીધા હતા. ઝડપી બોલરોને પિચમાંથી બાઉન્સ અને સ્વિંગ બંને મળી રહ્યા હતા, પરંતુ વોર્નર પર તેની કોઈ અસર થઈ રહી ન હતી. તેણે 13 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં આ છઠ્ઠી સૌથી ઝડપી સદી છે. વોર્નરે 2017માં સિડનીમાં પાકિસ્તાન વિરુદ્ધ 78 બોલમાં સદી અને 2016માં સિડનીમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 82 બોલમાં સદી ફટકારી હતી.

વોર્નરે ટેસ્ટમાં 26 સદી ફટકારી છે, પરંતુ 2015માં રમાયેલી એક ઇનિંગ તેના દિલની નજીક છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફિલિપ હ્યુજીસનું 30 નવેમ્બર 2014ના રોજ અવસાન થયું હતું. તે શેફિલ્ડ શિલ્ડ મેચ દરમિયાન બાઉન્સર પર ઘાયલ થયો હતો. બોલ તેના માથા પર વાગ્યો. હ્યુજીસ ઈજાગ્રસ્ત થતા જ મેદાન પર પડ્યો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ તે બચી શક્યો નહીં. તે મેચમાં વોર્નર હ્યુજીસની નજીક ફિલ્ડિંગ કરી રહ્યો હતો. હ્યુજીસ જ્યારે હોસ્પિટલ જઈ રહ્યો હતો ત્યારે વોર્નરનો હાથ તેના માથા નીચે હતો. તેને બચાવી શકાયો ન હતો. વોર્નર આઘાતમાં મુકાઈ ગયો હતો. આ પછી તેણે પુનરાગમન કર્યું અને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં સદી ફટકારી. તેણે 101 રન બનાવ્યા હતા. જ્યારે વોર્નર 63 રન પર પહોંચ્યો ત્યારે તેણે હ્યુજીસની યાદમાં જમીનને ચુંબન કર્યું અને પછી આકાશ તરફ જોયું. સૌ ભાવુક બની ગયા.

2018માં વોર્નરનું નામ પહેલીવાર વિવાદમાં આવ્યું હતું. દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં તેણે કેમેરોન બૅનક્રોફ્ટને બોલને સેન્ડપેપરથી ઘસવા કહ્યું. આ કારણોસર તેને બેનક્રોફ્ટ અને કેપ્ટન સ્ટીવ સ્મિથની સાથે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. વોર્નર ઘરે પરત ફર્યા બાદ રડતો જોવા મળ્યો હતો. વોર્નર અને સ્મિથ પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેને ક્યારેય ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન ન બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. આ વિવાદ બાદ વોર્નરે 2019 ODI વર્લ્ડ કપમાંથી શાનદાર વાપસી કરી હતી.

વોર્નરે 2019માં પાકિસ્તાન સામે ડે-નાઈટ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે એડિલેડમાં 335 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે એડિલેડમાં સૌથી વધુ સ્કોરર પણ બન્યો હતો. તેણે ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો. બ્રેડમેને 1931-32માં દક્ષિણ આફ્રિકા સામે 299 રન બનાવ્યા હતા. 335 રન એ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોનો ટેસ્ટમાં બીજો સૌથી મોટો સ્કોર છે. આ મામલે વોર્નર કરતા મેથ્યુ હેડન આગળ છે. તેણે 2003માં ઝિમ્બાબ્વે સામે 380 રનની ઇનિંગ રમી હતી.

તેની છેલ્લી સિરીઝમાં ડેવિડ વોર્નરે છ ઇનિંગ્સમાં 49.83ની એવરેજથી 299 રન બનાવ્યા હતા. શ્રેણીમાં સદી ફટકારનાર તે એકમાત્ર બેટ્સમેન હતો. ઓસ્ટ્રેલિયાએ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 3-0થી જીતી હતી. વોર્નરે ગયા વર્ષે ટીમ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જીતી હતી. જે બાદ તે ઈંગ્લેન્ડ સામે એશિઝ બચાવનાર ટીમનો સભ્ય હતો. આ સાથે જ ODI વર્લ્ડ કપમાં ટીમને ચેમ્પિયન બનાવી હતી. વોર્નર 2015માં વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય પણ હતો.

વોર્નરે ટેસ્ટ કરિયરમાં 112 મેચમાં 8786 રન બનાવ્યા. જેમાં તેણે 37 સેન્ચરી અને 36 ફિફટી ફટકારી. વનડેમાં તેણે 161 મેચમાં 6932 રન ફટકાર્યા જેમાં 22 સેન્ચુરી અને 33 ફિફટી સામેલ છે.

Most Popular

More from Author

પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે😜🤣🤪

શિક્ષક : નાલાયક,ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ,બકબક કરે રાખે છે, હે??પપ્પૂ...

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

Read Now

પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે😜🤣🤪

શિક્ષક : નાલાયક,ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ,બકબક કરે રાખે છે, હે??પપ્પૂ : સાહેબ હું ગરીબ છું,મારા મોબાઇલમાં વોટ્સઅપ નથી…😅😝😂😜🤣🤪 સારવાર લેતા દર્દીએ વૈદને કહ્યું :તમારી દવાઓ બહુ મોંઘી છે,શું અહીંયા આજડીબુટ્ટીઓ બહુ મુશ્કેલીથી મળે છે ?વૈદ : ના ના…વાત એમ નથી,અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથી મળીજાય છે,પરંતુ દર્દીઓ બહુ...

“કાજોલથી લઈને સિદ્ધાર્થ મલ્હોત્રા સુધી, સેલિબ્રિટીઓ કિરણ રાવની ‘મિસિંગ લેડીઝ’ના વખાણ કરે છે!

કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત મિસિંગ લેડિઝ, તેની રિલીઝને માત્ર એક દિવસ દૂર છે અને દર્શકોમાં આ ફિલ્મ જોવા માટે ઉત્તેજના અનુભવી શકાય છે. જ્યારથી નિર્માતાઓએ આ ફિલ્મ દેશભરના લોકોને બતાવવાનું શરૂ કર્યું છે, ત્યારથી આ ફિલ્મને ઘણી પ્રશંસા અને પ્રેમ મળ્યો છે. દરમિયાન, નિર્માતાઓએ મુંબઈમાં ફિલ્મનું એક વિશેષ...

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોયમને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- મને લાગે છે કેતમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.😜😅😝😂🤪🤣 સ્ત્રી-...