Homeરસોઈરવિવારની સ્પેશિયલ વાનગી એટલે...

રવિવારની સ્પેશિયલ વાનગી એટલે સેવ ખમણી, જાણી લો સરળ રેસિપી

રવિવારની સવાર પડે અને અમદાવાદ જેવા શહેરમાં રહેતા ઘણા ઘરમાંથી ફરમાઈશ આવતી હશે, કે આજે નાસ્તામાં તો સેવ ખમણી લાવજો. સેવ ખમણીનો ટેસ્ટ ઘણા લોકોને દાઢે વળગે છે. પરંતુ બજારમાં મળતી સેવ ખમણી એવા જ ટેસ્ટમાં ઘરે કેવી રીતે બનાવવી તે આજે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. તેમાય સુરતી સેવ ખમણીની વાત આવે તો પુછવું જ શું.

આવો જ ટેસ્ટ તમને આ વાનગીમાં આવશે.

સેવ ખમાની સામગ્રી (Sev Khamani)
1 કપ પલાળેલી ચણાની દાળ
લીલા મરચા
આદુ
લસણની કળી
સ્વાદ માટે મીઠું
એક ચપટી હીંગ
હળદર
લીંબુનો રસ
2 ચમચી ખાંડ

તડકા -વઘાર માટે
2 ચમચી તેલ
સરસવના બી
તલ
એક ચપટી હીંગ
મીઠો લીમડો
2 લીલા મરચા સમારેલા
1 ચમચી ખાંડ
એક ચપટી મીઠું
ઘાણા સમારેલા
દાડમના દાણા
જીણી સેવ

બનાવવાની રીત
સૌથી પહેલા ચણાની દાળને ધોઈને 6 કલાક પલાળી રાખો. પછી તેમાંથી પાણી કાઢીને મિક્સર જારમાં નાખો.
હવેમિક્સર જારમાં લીલાં મરચાં, આદુ, લસણની કળી, મીઠું, હિંગ, એક ચપટી હળદર , લીંબુનો રસ, ખાંડ અને થોડુંક પાણી ઉમેરો.
આ મિશ્રણને બરછટ થાય એ રીતે પીરસી લો.
હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢીને 3 મિનિટ હલાવો, પછી આ મિશ્રણને ઢાંકીને 30 મિનિટ માટે પડ્યું રહેવા દો.
આ મિશ્રણમાં ઈનો ફ્રુટ સોલ્ટ ઉમેરો.
ઢોકળીયાની પ્લેટમાં તેલ લગાવીને આ મિશ્રણને રેડો.
પછી 15 મિનિટ માટે ધીમા તાપે બાફી લો.
બફાઈ ગયા બાદ બહાર કાઢી ઠંડુ થવા દો.
હવે આ ઢોકળાને છીણી વડે સરખી રીતે છીણવું.
એક કડાઈમાં તેલ, સરસવ, સફેદ તલ, હિંગ, મીઠો લીમડો અને લીલા મરચાના ટુકડા નાખીને વઘાર કરો.
પછી થોડું પાણી, ખાંડ અને ચપટી મીઠું ઉમેરો. ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી સુધી પકાવો.
છેલ્લે કોથમીર નાખીને બરાબર મિક્ષ કરી લો.
હવે પ્લેટમાં કાઢી તેમા સેવ અને દાડમના દાણા ઉમોર. તૈયાર છે તમારી સેવ ખમણી. (તસવીર સૌજન્ય પ્રિન્ટરેસ્ટ)

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

WPL 2024માં દિલ્હીની પહેલી જીત, યુપીની સતત બીજી મેચમાં હાર

શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગની શાનદાર અડધી સદીની ઈનિંગ્સના આધારે દિલ્હી કેપિટલ્સે સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મહિલા પ્રીમિયર લીગ મેચમાં યુપી વોરિયર્સને હરાવ્યું હતું. દિલ્હીએ આ મેચ નવ વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં યુપીની ટીમ દિલ્હી સામે ટકી શકી ન હતી. પહેલા તેમની...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...