Homeરસોઈમાત્ર 10 મિનિટમાં તૈયાર...

માત્ર 10 મિનિટમાં તૈયાર થઈ જશે ટેસ્ટી નાસ્તો, નોંધ કરી લો કાંદા પૌવા બનાવવાની રેસિપી

સવારના સમયે લોકો ઘરેથી ઓફિસ અને બાળકોને સ્કૂલે જવાની ઉતાવળમાં હોય છે. આવી સ્થિતિમાં તમે પણ વિચારતા હશો કે નાસ્તામાં શું બનાવવું જે બધાને પસંદ પણ આવે અને બધા ખાઈ પણ લે. આવી સ્થિતિમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કાંદા પૌવાની રેસિપી. જે માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે.

સામગ્રી
તેને બનાવવા માટે તમારે પૌવા, ડુંગળી, મગફળી, બારીક લીલા મરચાં, કોથમીર, રાઈ, જીરું, હળદર, હિંગ, કઢી પત્તા, ખાંડ, લીંબુ અને મીઠાની જરૂર પડશે.

બનાવવાની રીત
સૌથી પહેલા ડુંગળીને ઝીણી સમારી લો. હવે પોહાને પાણીમાં પલાળી દો અને નરમ થઈ જાય ત્યારે પાણીને ગાળી લો. 2 મિનિટ માટે પૌવાને આ રીતે જ રાખો. હવે પૌવામાં હળદર, મીઠું અને થોડી ખાંડ નાખીને બરાબર મિક્સ કરી લો. તેને અલગ રાખી દો.

હવે ગેસ પર કડાઈને ગરમ કરો અને તેમાં બે ચમચી તેલ ઉમેરો. હવે તેમાં મગફળી નાખો અને ડીપ ફ્રાય કરો. હવે મગફળીને કાઢી લો.

ત્યાર બાદ હવે કડાઈમાં રાઈ, જીરું અને એક ચપટી હિંગ ઉમેરો. જ્યારે રાઈના દાણા બરાબર તતડે એટલે તેમાં લીલા મરચા અને ડુંગળી નાખો. ડુંગળી જ્યારે સોનેરી થઈ જાય એટલે તેમાં પૌવા ઉમેરો.

હવે તેમાં તળેલી મગફળી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. પૌવાને ઢાંકીને 5 મિનિટ પકાવો. પૌવા બનીને તૈયાર છે. તેમાં લીંબુનો રસ અને ઝીણી કોથમીર ઉમેરીને ગરમાગરમ સર્વ કરો.

Most Popular

More from Author

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

Read Now

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોયમને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- મને લાગે છે કેતમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.😜😅😝😂🤪🤣 સ્ત્રી-...

જો તમે પણ મહારાષ્ટ્ર જઈ રહ્યા છો તો ચોક્કસથી આ પ્રખ્યાત ફૂડનો આનંદ લો, સ્વાદ તમને વારંવાર ખાવાનું મન થશે.

મહારાષ્ટ્રના કેટલાક સ્થળોની સુંદરતાના વખાણ કરવામાં શબ્દો ઓછા પડે છે. મહારાષ્ટ્રમાં સ્થિત લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર ઉપરાંત, પંચગની, માથેરાન અને ઇગતપુરી હિલ સ્ટેશન જેવા સ્થળોની મુલાકાત લેવા દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે. મહારાષ્ટ્રમાં જુન્નર કોઈ સુંદર જગ્યાથી ઓછું નથી.પુણેથી લગભગ 100 કિમી દૂર જુન્નર નામનું સુંદર શહેર છે. આ...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...