Homeક્રિકેટટૉપ-ઑર્ડર હિટ તો સિરીઝની...

ટૉપ-ઑર્ડર હિટ તો સિરીઝની ટ્રોફી ફિટ

ટીમ ઇન્ડિયા પાસે હમણાં ઓપનિંગ બૅટર્સ ઘણા છે, પરંતુ સારી ઓપનિંગ પાર્ટનરશિપ નથી થતી એને કારણે સાઉથ આફ્રિકામાં પહેલા વરસાદનાં વિઘ્નો વચ્ચે ટી૨૦ સિરીઝ ૧-૧થી ડ્રૉ ગઈ અને હવે વન-ડે શ્રેણી આજે હારી શકીએ એમ છીએ. કારણ એક જ છે કે આ ટૂરમાં ભારત ઇનિંગ્સની સારી શરૂઆત નથી કરી શકતું.

આજે પાર્લમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મૅચ (સાંજે ૪.૩૦ વાગ્યાથી લાઇવ) રમાશે.

આ મૅચ જીતીને ભારતીય ટીમ ટી૨૦ની ડ્રૉ ગયેલી સિરીઝ જીતવાની બાકી રહેલી ઇચ્છા આજે વન-ડે શ્રેણીમાં ૨-૧ના વિજય સાથે પૂરી કરી શકશે.

વન-ડેના વર્લ્ડ કપ પછી સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટી૨૦ વરસાદને લીધે ધોવાઈ ગઈ હતી, જ્યારે બીજી ટી૨૦માં ઝીરો પર જ ભારતે યશસ્વી જયસ્વાલ (૦)ની વિકેટ ગુમાવી હતી. છઠ્ઠા રને તો બીજો ઓપનર શુભમન ગિલ (૦) પણ આઉટ થઈ ગયો હતો. ભારત જોહનિસબર્ગની એ મૅચ તો જીત્યું હતું, પરંતુ ગેબેખાની બીજી ટી૨૦માં ભારતે ૨૯મા રને પહેલાં શુભમન ગિલ (૮)ની અને એ જ સ્કોર પર તિલક વર્મા (૦)ની વિકેટ ગુમાવી હતી. હાલની વન-ડે સિરીઝમાં રવિવારે જોહનિસબર્ગની પ્રથમ વન-ડેમાં ભારતે માત્ર ૨૩મા રને ઋતુરાજ ગાયકવાડ (૫)ની અને મંગળવારે ગેબેખાની બીજી વન-ડેમાં ચોથા રને ગાયકવાડ (૪)ની વિકેટ ગુમાવી હતી.

‘રેઇનબો નેશન’ તરીકે ઓળખાતા સાઉથ આફ્રિકામાં ભારત માત્ર ૨૦૧૮ની સાલમાં વન-ડે સિરીઝ જીત્યું હતું. ત્યાર બાદ પાંચ વર્ષે ફરી ટ્રોફી જીતવાની આજે સુવર્ણ તક છે. ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડે નિરાશ કર્યા છે, પરંતુ સાઈ સુદર્શન સતત બે મૅચમાં સફળ રહ્યો છે.

સુદર્શનના ત્રણ દિવસમાં બે ફિફ્ટી
ચેન્નઈના બાવીસ વર્ષના લેફ્ટ-હૅન્ડ બૅટર સાઈ સુદર્શને રવિવારે જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વન-ડેમાં મૅચ-વિનિંગ અણનમ પંચાવન રન બનાવ્યા ત્યાર પછી મંગળવારે ગેબેખામાં ૮૩ બૉલમાં એક સિક્સર અને સાત ફોરની મદદથી ૬૨ રન બનાવ્યા હતા. કૅપ્ટન કે. એલ. રાહુલે (૫૬ રન) પણ હાફ સેન્ચુરી ફટકારી હતી, પરંતુ તેમના સિવાય બીજો કોઈ બૅટર સારું નહોતો રમી શક્યો અને ભારતીય ટીમ ૪૭મી ઓવરમાં ૨૧૧મા રને ઑલઆઉટ થતાં સાઉથ આફ્રિકાને ૨૧૨ રનનો સાધારણ ટાર્ગેટ મળ્યો હતો.

ડેબ્યુમાં રિન્કુ બહુ ન ફાવ્યો
રિન્કુ સિંહ વન-ડેના ડેબ્યુમાં ૧૭ રનના તેના સ્કોરે મહારાજના બૉલમાં ક્લાસેનના હાથે સ્ટમ્પ-આઉટ થયો હતો. રાજસ્થાને મંગળવારે હરાજીમાં ૫૦ લાખમાં ખરીદેલા બોલર નાન્ડ્રે બર્ગરે સૌથી વધુ ત્રણ વિકેટ તેમ જ મહારાજ તથા હેન્ડ્રિક્સે બે-બે વિકેટ લીધી હતી. હવે આજે રજત પાટીદારને ઇન્ટરનૅશનલ ડેબ્યુનો મોકો છે. જો ગાયકવાડ કે તિલકને પડતા મૂકવામાં આવશે તો પાટીદારનો સમાવેશ નક્કી જણાય છે.

બૉલેન્ડ પાર્કની પિચ બૅટર્સ માટે વધુ ફેવરેબલ : ભારત પાંચમાંથી માત્ર બે મૅચ જીત્યું છે
પાર્લમાં બૉલેન્ડ પાર્કની પિચ બૅટર્સ માટે વધુ ફેવરેબલ મનાય છે. અહીંની પિચ પર બૉલ ઘણા ઊછળે છે, પરંતુ બૅટર જો સમજદારીપૂર્વક અને ટાઇમિંગથી શૉટ ફટકારશે તો ઘણા રન બનાવી શકે એમ છે. આ સ્થળે ભારત ૧૯૯૭થી ૨૦૨૨ સુધીમાં પાંચ વન-ડે રમ્યું છે જેમાં બેમાં ભારતનો વિજય થયો છે, પરંતુ બે મૅચમાં પરાજય થયો છે અને એક મૅચ ટાઇમાં પરિણમી છે. અહીં ભારત છેલ્લે બન્ને મુકાબલા હાર્યું હતું. જાન્યુઆરી ૨૦૨૨માં કે. એલ. રાહુલના સુકાનમાં ભારતનો ટેમ્બા બવુમાની ટીમ સામેની બન્ને મૅચમાં પરાજય થયો હતો અને પછી ત્રીજી વન-ડેમાં પણ ભારત હારી જતાં સાઉથ આફ્રિકાએ ૩-૦થી ક્લીન સ્વીપ કરી હતી.

ટોનીએ સાઉથ આફ્રિકાને જિતાડ્યું
સાઉથ આફ્રિકાએ ૨૧૨ રનના લક્ષ્‍યાંક સામે ૪૨.૩ ઓવરમાં બે વિકેટે ૨૧૫ રન બનાવીને સિરીઝ ૧-૧થી લેવલ કરી હતી. ૨૬ વર્ષનો લેફ્ટ-હૅન્ડ ઓપનર ટોની ડી ઝોર્ઝી (૧૧૯ અણનમ, ૧૨૨ બૉલ, છ સિક્સર, નવ ફોર) આ વિજયનો હીરો હતો. તેની આ ચોથી જ વન-ડે હતી. ભારતીય ઓપનર્સને શરમાવે એવું આ ઓપનરે પર્ફોર્મ કર્યું હતું. તેણે પહેલાં રીઝા હેન્ડ્રિક્સ (બાવન રન, ૮૧ બૉલ, સાત ફોર) સાથે ૧૩૦ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી અને પછી વનડાઉન બૅટર રૅસી વૅન ડર ડુસેન (૩૬ રન, ૫૧ બૉલ, પાંચ ફોર) સાથે બીજી વિકેટ માટે ૭૬ રનની ભાગીદારી કરી હતી.

ગાયકવાડે હૅન્ડ્રિક્સનો કૅચ છોડ્યો
સાઉથ આફ્રિકાની ઇનિંગ્સમાં પાંચમી ઓવર મુકેશ કુમારે કરી હતી જેના એક બૉલમાં ઋતુરાજ ગાયકવાડે હેન્ડ્રિક્સનો કૅચ છોડ્યો હતો.

Most Popular

More from Author

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

Read Now

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...

સલમાનના આ ન્યૂ આઇકોનિક અંદાજ પર ફેન્સ થયા ફિદા

સલમાન ખાન હાલમાં જ આ વર્ષના સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં પોતાના ભાઈ સોહેલ ખાનની ટીમને સપોર્ટ કરવા માટે દુબાઈના શારજાહમાં ગયા હતા. અભિનેતા હવે મુંબઈ પાછા ફરી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં પોતાના પ્રશંસકોની સાથે એક્ટર વાતચીત કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...