Homeક્રિકેટહાર્દિક ટીમમાં નવી વિચારસરણી...

હાર્દિક ટીમમાં નવી વિચારસરણી લાવશે, રોહિત થાકી ગયો છેઃ સુનીલ ગાવસ્કર

આઇપીએલમાં રોહિત થાકેલો જણાય છે અને બેટથી પર્યાપ્ત યોગદાન આપી રહ્યો નહીં હોવાનો મહાન ક્રિકેટરનો અભિપ્રાય

એજન્સી, નવી દિલ્હી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આગામી સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સના નવા સુકાની તરીકે વરાયેલા હાર્દિક પંડ્યા અંગે ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે હાર્દિક મુંબઈની ટીમમાં નવી વિચારધારા લાવશે કેમ કે રોહિત શર્મા હવે થાકેલો જણાય છે અને છેલ્લા કેટલાક વર્ષથી તે પર્યાપ્ત યોગદાન આપી રહ્યો નથી.

2024ની આઇપીએલ માટેની હરાજી મંગળવારે દુબઈ ખાતે યોજાનારી છે પરંતુ તે અગાઉથી જ મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ટ્રેડ કરીને પોતાના કેમ્પમાં લઈ લીધો હતો. આ ઉપરાંત તેને ટીમનો કેપ્ટન પણ બનાવી દેવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષથી રોહિત શર્મા જ મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હતો અને તેની આગેવાનીમાં મુંબઈએ ટાઇટલ પણ જીત્યું હતું.

હકીકતમાં રોહિત શર્મા અને ચેન્નાઈનો સુકાની મહેન્દ્રસિંહ ધોની આઇપીએલમાં સૌથી સફળ સુકાની રહેલા છે. બંનેએ ટીમને પાંચ પાંચ વાર આઇપીએલ ટ્રોફી અપાવી છે. જોકે 2021માં મુંબઈ ટાઇટલ જીતી શક્યું ન હતું તો 2022માં તેની ટીમ છેલ્લા ક્રમે રહી હતી. સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે મુંબઈની નિષ્ફળતા રોહિતને કારણે હોઈ શકે કેમ કે તે થાકેલો જણાય છે કેમ કે તે માત્ર આઇપીએલ જ નહીં પરંતુ ભારતીય ટીમના સુકાની તરીકે સતત રમી રહ્યો છે. તેમણે જણાવ્યું કે હાર્દિક પંડયાને મુંબઈ ઇન્ડિયન્સના સુકાની તરીકે નિયુક્ત કરવામાં આવ્યો તેમાં આપણે વધારે પડી શકીએ નહીં કે તે નિર્ણય સાચો છે કે ખોટો તે પણ કહી શકાય નહીં પરંતુ તેમણે ટીમના ફાયદાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોઈ શકે. આપણે એટલું જ કહી શકીએ કે એક સુકાની અને બેટર તરીકે ટીમમાં રોહિતનું યોગદાન ઘટી રહ્યું છે.

અગાઉ ટીમમાં રોહિતનું યોગદાન મહત્તમ રહેતું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી તેઓ નબળા પડી ગયા છે. તેઓ નવમા અને દસમા ક્રમે રહે છે. ગયા વર્ષે તેઓ પ્લે ઓફમાં પ્રવેશ્યા હતા પરંતુ મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં જોઇએ તેટલો જુસ્સો દેખાતો ન હતો. જે આપણે વર્ષોથી જોતા આવ્યા હતા. બની શકે છે કે રોહિત છેલ્લા કેટલાક સમયથી ભારત માટે અને આઇપીએલમાં મુંબઈ માટે કપ્તાની કરતો આવ્યો છે અને સતત રમી રહ્યો છે તેનો થાક તેની રમત પર દેખાતો હોય.

બીજી તરફ હાર્દિક પંડ્યાએ 2022માં તેની ગુજરાત ટાઇટન્સની ટીમને ચેમ્પિયન બનાવી હતી તો 2023માં ટીમ રનર્સ અપ રહી હતી કેમ કે ફાઇનલમાં તેનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પરાજય થયો હતો. હાર્દિકે પોતાને પુરવાર કરી દીધેલો ખેલાડી છે. આમ તેને સુકાની બનાવવાનો નિર્ણય કદાચ એટલા માટે લેવાયો હોય કેમ કે તે યુવાન છે અને સુકાની તરીકે પણ યુવાન છે.

Most Popular

More from Author

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

Read Now

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...

સલમાનના આ ન્યૂ આઇકોનિક અંદાજ પર ફેન્સ થયા ફિદા

સલમાન ખાન હાલમાં જ આ વર્ષના સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં પોતાના ભાઈ સોહેલ ખાનની ટીમને સપોર્ટ કરવા માટે દુબાઈના શારજાહમાં ગયા હતા. અભિનેતા હવે મુંબઈ પાછા ફરી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં પોતાના પ્રશંસકોની સાથે એક્ટર વાતચીત કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...