Homeક્રિકેટIPL 2024 દ્વારા ક્રિકેટના...

IPL 2024 દ્વારા ક્રિકેટના મેદાનમાં કમબેક કરશે Rishabh Pant, દિલ્હી કેપિટલ્સે કહ્યું – જો તે વિકેટકીપિંગ નહીં કરે તો.

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. લગભગ એક વર્ષથી ક્રિકેટના મેદાનથી દૂર રહેલો પંત ટૂંક સમયમાં ફરી એકવાર મેદાન પર પ્રશંસકોનું મનોરંજન કરતો જોવા મળશે. પંત IPL 2024 દ્વારા ક્રિકેટના મેદાનમાં વાપસી કરી શકે છે. ગયા વર્ષે કાર અકસ્માતનો ભોગ બનેલા પંતે હજુ સુધી કોઈ મેચ રમી નથી.

દિલ્હી કેપિટલ્સના એક અધિકારીએ પુષ્ટિ કરી કે, પંત IPL 2024માં વાપસી કરશે અને તે ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.

ગયા વર્ષે 30 ડિસેમ્બરે પંતની કાર દિલ્હીથી રૂરકી જતી વખતે અકસ્માતનો ભોગ બની હતી. તેના માથા અને પગમાં ગંભીર ઈજા થઈ હતી. તેના ઘૂંટણનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. તે પોતાની ફિટનેસ પર પૂરો ભાર આપી રહ્યો છે. હાલમાં, તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં નિષ્ણાતોની દેખરેખ હેઠળ રિહેબ કરી રહ્યો છે.

ફેબ્રુઆરીના અંત સુધીમાં સંપૂર્ણપણે ફિટ થઈ જશે
ક્રિકબઝના અહેવાલ મુજબ, દિલ્હી કેપિટલ્સના મેનેજમેન્ટે પુષ્ટિ કરી છે કે, રિષભ પંત IPL 2024 દ્વારા ક્રિકેટના મેદાનમાં પરત ફરશે અને તે ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. મેનેજમેન્ટ અધિકારીઓએ કહ્યું છે કે, ફેબ્રુઆરીના અંત સુધીમાં પંત સંપૂર્ણપણે ફિટ થઈ જશે. IPL રમવાની તેની આશા NCA મેનેજરોની મંજૂરી પર ટકી રહી છે.

ફ્રેન્ચાઇઝી અધિકારીઓએ સંકેત આપ્યો છે કે રિષભ પંત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની મંજૂરી મળ્યા બાદ જ વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. જો તે વિકેટકીપિંગ માટે સંપૂર્ણ રીતે ફિટ ન જણાય તો તે બેટિંગ અને ફિલ્ડિંગ પર ધ્યાન આપશે. તેનાથી સ્પષ્ટ થાય છે કે પંતનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ નહીં થાય.

વિકેટકીપિંગ નહીં કરે તો પણ તે ચોક્કસપણે મેદાનમાં ઉતરશે
ફ્રેન્ચાઇઝ અધિકારીએ કહ્યું, ‘જો તે વિકેટકીપિંગ નહીં કરે તો પણ તે ચોક્કસપણે મેદાનમાં ઉતરશે અને ટીમનું નેતૃત્વ કરશે.’ પંત ગયા વર્ષે આખી આઈપીએલ સીઝન રમી શક્યો ન હતો અને તેની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ડીસી પોઈન્ટ ટેબલમાં 9મા ક્રમે હતી. આ સિઝનમાં ટીમની નજર બાઉન્સ બેક પર રહેશે.

Most Popular

More from Author

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

Read Now

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...

સલમાનના આ ન્યૂ આઇકોનિક અંદાજ પર ફેન્સ થયા ફિદા

સલમાન ખાન હાલમાં જ આ વર્ષના સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં પોતાના ભાઈ સોહેલ ખાનની ટીમને સપોર્ટ કરવા માટે દુબાઈના શારજાહમાં ગયા હતા. અભિનેતા હવે મુંબઈ પાછા ફરી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં પોતાના પ્રશંસકોની સાથે એક્ટર વાતચીત કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...