Homeમનોરંજન૨૦૨૩માં ગૂગલ પર સૌથી...

૨૦૨૩માં ગૂગલ પર સૌથી વધારે કિયારાને કરવામાં આવી છે સર્ચ

ગૂગલ પર ૨૦૨૩માં ભારતમાં જો કોઈને સૌથી વધુ સર્ચ કરવામાં આવી હોય તો તે કિયારા અડવાણી છે. ગૂગલે યર ઇન સર્ચ ૨૦૨૩નું લિસ્ટ બહાર પાડ્યું છે. એ લિસ્ટમાં ભારતમાં સૌથી વધુ સર્ચ કરાનારી સેલિબ્રિટીઝનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. એમાં કિયારા ટૉપ પર છે. ટૉપ ટ્રેન્ડિંગ લિસ્ટમાં આ વર્ષે મૃત્યુ પામેલા સતીશ કૌશિકનું નામ પણ સામેલ છે. ભારતમાં સૌથી વધુ સર્ચ કરાનારી સેલિબ્રિટીઝમાં પહેલા નંબરે કિયારા અડવાણી છે.

બીજા પર ક્રિકેટર શુભમન ગિલ, ત્રીજા પર રચિન રવીન્દ્ર, ચોથા નંબરે ક્રિકેટર મોહમ્મદ શમી, પાંચમા પર યુટ્યુબર એલ્વિશ યાદવ, છઠ્ઠા પર સિદ્ધાર્થ મલ્હોત્રા, સાતમા પર ગ્લેન મૅક્સવેલ, આઠમા ક્રમાંકે ડેવિડ બૅકહેમ, નવમા નંબરે સૂર્યકુમાર યાદવ અને દસમા નંબરે ટ્રેવિસ હેડ છે.

આ સિવાય સૌથી વધુ સર્ચ કરવામાં આવનાર ફિલ્મોનું લિસ્ટ પણ ગૂગલે જાહેર કર્યું છે. પહેલા નંબરે ‘બાર્બી’, બીજા પર ‘ઓપનહાઇમર’, ત્રીજા પર ‘જવાન’, ચોથા નંબરે ‘સાઉન્ડ ઑફ ફ્રીડમ’, પાંચમા પર ‘જૉન વિક : ચૅપ્ટર 4, છઠ્ઠા પર અવતાર : ‘ધ વે ઑફ વૉટર’, સાતમા પર ‘એવરીથિંગ એવરીવેર ઑલ ધ વન્સ’, આઠમા ક્રમાંકે સની દેઓલની ‘ગદર 2’, નવમા નંબરે ‘ક્રીડ III’ અને દસમા નંબરે શાહરુખ ખાનની ‘પઠાન’ છે.

Most Popular

More from Author

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

Read Now

“કાજોલથી લઈને સિદ્ધાર્થ મલ્હોત્રા સુધી, સેલિબ્રિટીઓ કિરણ રાવની ‘મિસિંગ લેડીઝ’ના વખાણ કરે છે!

કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત મિસિંગ લેડિઝ, તેની રિલીઝને માત્ર એક દિવસ દૂર છે અને દર્શકોમાં આ ફિલ્મ જોવા માટે ઉત્તેજના અનુભવી શકાય છે. જ્યારથી નિર્માતાઓએ આ ફિલ્મ દેશભરના લોકોને બતાવવાનું શરૂ કર્યું છે, ત્યારથી આ ફિલ્મને ઘણી પ્રશંસા અને પ્રેમ મળ્યો છે. દરમિયાન, નિર્માતાઓએ મુંબઈમાં ફિલ્મનું એક વિશેષ...

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોયમને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- મને લાગે છે કેતમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.😜😅😝😂🤪🤣 સ્ત્રી-...

જો તમે પણ મહારાષ્ટ્ર જઈ રહ્યા છો તો ચોક્કસથી આ પ્રખ્યાત ફૂડનો આનંદ લો, સ્વાદ તમને વારંવાર ખાવાનું મન થશે.

મહારાષ્ટ્રના કેટલાક સ્થળોની સુંદરતાના વખાણ કરવામાં શબ્દો ઓછા પડે છે. મહારાષ્ટ્રમાં સ્થિત લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર ઉપરાંત, પંચગની, માથેરાન અને ઇગતપુરી હિલ સ્ટેશન જેવા સ્થળોની મુલાકાત લેવા દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે. મહારાષ્ટ્રમાં જુન્નર કોઈ સુંદર જગ્યાથી ઓછું નથી.પુણેથી લગભગ 100 કિમી દૂર જુન્નર નામનું સુંદર શહેર છે. આ...