Homeમનોરંજન"એનિમલ" ફિલ્મમાં બતાવવામાં આવેલી...

“એનિમલ” ફિલ્મમાં બતાવવામાં આવેલી 500 કિલોની બાઈક મશીન ગન બનાવામાં કેટલો સમય લાગ્યો અને કેટલો થયો હતો ખર્ચ ? જાણો વિગત

રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ 1 ડિસેમ્બર, 2023ના રોજ રિલીઝ થઈ. ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. આમાં ચાહકોને રણબીરની અલગ અને વાયલેન્સ વાળો અંદાજ પસંદ આવ્યો.

આમાં ઘણા એવા સીન હતા જેણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. રણબીરનો મશીનગન સીન પણ આમાંથી એક છે. આ મશીન ગનને જોયા બાદ લોકો તેના વિશે વધુ જાણવા માટે ઉત્સાહિત પણ થયેલા જોવા મળ્યા હતા.

રિયલ છે મશીનગન :

‘એનિમલ’ની રિલીઝ વચ્ચે, બોબી દેઓલ, રણબીર કપૂર, અનિલ કપૂર અને રશ્મિકા મંદન્ના ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટમાં સામેલ થયા હતા. તેનું આયોજન ચેન્નાઈમાં કરવામાં આવ્યું હતું. ફિલ્મની જ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેની સ્ટાર કાસ્ટને મશીનગનના સીન વિશે પૂછવામાં આવ્યું કે, તેમાં બતાવવામાં આવેલ મશીનગન સીન રિયલ છે કે કોમ્પ્યુટર જનરેટેડ? આ અંગે ‘એનિમલ’ પ્રોડક્શન ડિઝાઈનર સુરેશ સેલવર્જને જણાવ્યું કે આ મશીનનું વજન 500 કિલો છે અને તે રિયલ સ્ટીલમાંથી બનાવવામાં આવી છે, જેને બનાવવામાં ચાર મહિનાનો સમય લાગ્યો છે.

4 મહિનાનો સમય લાગ્યો :

સુરેશે વધુમાં જણાવ્યું કે મશીનગનનો સીન ઈન્ટરવલ પહેલા જ ફિલ્માવવામાં આવ્યો હતો. વાયલેન્સથી ભરેલા આ સીન અંગે સુરેશે કહ્યું કે તેણે આ પહેલા કોઈ ભારતીય ફિલ્મમાં આવો સીન જોયો નથી. સંદીપ રેડ્ડી વાંગાના કારણે આ શક્ય બન્યું છે. આ વિચાર તેમનો હતો. 18 મિનિટના સીનમાં આ બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મશીન આર્ટ ડાયરેક્ટર સુરેશ સેલ્વરાજનની ટીમ દ્વારા બનાવવામાં આવ્યું છે, જેમાં 100થી વધુ લોકોની મહેનત લગાવવામાં આવી છે.

આટલો થયો ખર્ચ :

આ મશીનગનને શુદ્ધ સ્ટીલમાંથી બનાવવામાં આવી છે અને તેના માટે ત્રણ પૈડાં વાળી બાઇકમાં અલગ અલગ પાર્ટ્સ ફિટ કરવામાં આવ્યા છે. આ સિવાય આ બાઇકમાં બાઇન્ડ શિલ્ડ પણ લગાવવામાં આવી છે, જેનો ઉપયોગ ફિલ્મમાં બુલેટ સેફટી માટે કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ આ જબરદસ્ત બાઈક મશીનગન બનાવવા માટે લગભગ 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Most Popular

More from Author

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

Read Now

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...

સલમાનના આ ન્યૂ આઇકોનિક અંદાજ પર ફેન્સ થયા ફિદા

સલમાન ખાન હાલમાં જ આ વર્ષના સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં પોતાના ભાઈ સોહેલ ખાનની ટીમને સપોર્ટ કરવા માટે દુબાઈના શારજાહમાં ગયા હતા. અભિનેતા હવે મુંબઈ પાછા ફરી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં પોતાના પ્રશંસકોની સાથે એક્ટર વાતચીત કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...