Homeક્રિકેટરોહિત-કોહલી જેને નથી આપતા...

રોહિત-કોહલી જેને નથી આપતા મહત્વ તે ખેલાડી બન્યો T20 નંબર-1 બોલર

ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી T20 શ્રેણી બાદ હવે ICCએ તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે. આ શ્રેણીમાં સ્ટાર રહેલા 23 વર્ષના રવિ બિશ્નોઈને આ રેન્કિંગમાં બમ્પર ફાયદો થયો છે અને તે વિશ્વનો નંબર-1 T20 બોલર બની ગયો છે. બુધવારે જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં રવિ બિશ્નોઈના 699 પોઈન્ટ છે અને તેણે રાશિદ ખાનને પાછળ છોડી દીધો છે.

રવિ બિશ્નોઈ નંબર 1 T20 બોલર બન્યો

ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની સિરીઝમાં રવિ બિશ્નોઈએ કુલ 9 વિકેટ લીધી હતી જેમાં 32 રનમાં 3 વિકેટ તેની સર્વશ્રેષ્ઠ હતી. આ પ્રદર્શનના આધારે તેણે રેન્કિંગમાં વધારો કર્યો અને માત્ર 23 વર્ષની ઉંમરે તે હવે વિશ્વનો નંબર 1 બોલર બની ગયો છે. તે રાશિદ ખાન કરતા 7 પોઈન્ટ આગળ છે. જો આ વર્ષની વાત કરીએ તો રવિ બિશ્નોઈએ T20માં ભારત માટે 11 મેચમાં 18 વિકેટ લીધી છે.

ઋતુરાજ ગાયકવાડ ટોપ-10માં સામેલ

આઈસીસીની તાજેતરની રેન્કિંગમાં માત્ર રવિ બિશ્નોઈ જ નહીં પરંતુ કેટલાક અન્ય ભારતીય ખેલાડીઓને પણ ફાયદો થયો છે. ઓપનર ઋતુરાજ ગાયકવાડ પણ બેટ્સમેનોની યાદીમાં ટોપ-10માં પ્રવેશી ગયો છે અને હવે તે સાતમા નંબરે પહોંચી ગયો છે. જો નંબર-1 બેટ્સમેન બેટ્સમેનોની વાત કરીએ તો કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટોપ પર યથાવત છે.

ક્રિકેટના દરેક ફોર્મેટમાં ભારતીય ટીમનો દબદબો

બોલરોમાં માત્ર રવિ બિશ્નોઈ ટોપ-10માં છે, અને તે જે નંબર-1 પર છે, જ્યારે ઓલરાઉન્ડરોમાં હાર્દિક પંડ્યા ત્રીજા ક્રમે છે. જો ટીમની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા T20માં નંબર-1 ટીમ છે. માત્ર T20માં જ નહીં પરંતુ ODI અને ટેસ્ટમાં પણ ભારતીય ટીમ નંબર-1 બની રહે છે. એટલે કે ક્રિકેટના દરેક ફોર્મેટમાં ભારતીય ટીમનો દબદબો છે.

T20 વર્લ્ડ કપ માટે પોતાનો દાવો મજબૂત કર્યો

રવિ બિશ્નોઈ અત્યારે T20 ટીમમાં કાયમી બોલર નથી, પરંતુ તેમને ત્યારે જ તક આપવામાં આવે છે જ્યારે યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ જેવા સિનિયર ખેલાડીઓને આરામ મળે. પરંતુ હવે રવિ બિશ્નોઈનું પ્રદર્શન એવું થઈ ગયું છે કે તેને નજરઅંદાજ કરવું આસાન નહીં હોય. આ જ કારણ છે કે આવતા વર્ષના T20 વર્લ્ડ કપ માટે તેનો દાવો મજબૂત માનવામાં આવે છે અને કુલચાની જોડી જોખમમાં છે.

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે.તેમના ચાર વર્ષના છોકરા ગોલુનેઆ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યું :મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શું?મમ્મી : જે ઘરમાં ન હોય તે.એક દિવસ ગોલુ બપોરે ટીવી જોઈ રહ્યો હતો,એટલામાં મગનનો...