Homeમનોરંજનકંગનાએ મોદીને રામ સાથે...

કંગનાએ મોદીને રામ સાથે સરખાવી વિવાદને તેડું દીધું

ટ્રોલ થયા બાદ અભિનેત્રી એ ફેરવી તોળવું પડ્યું

હંમેશા વિવાદોમાં રહેતી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે હવે નવો વિવાદ ઉભો કર્યો છે. તેણે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો શેર કર્યો છે. અને ભગવાન રામ સાથે તેમની સરખામણીએ વિવાદ ઉભો કર્યો છે.

વિધાનસભામાં ત્રણ મોટા રાજ્યોમાં ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસને માત્ર તેલંગાણામાં જ સફળતા મળી છે.

ભાજપ આ સફળતાની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લોકોનો આભાર માન્યો હતો. 3 રાજ્યનું રિઝલ્ટ જેવું સ્પષ્ટ થઈ ગયું કે ભાજપ સરકાર બનાવશે તો અભિનેત્રી કંગના રનૌતે તરત જ ટ્વિટ કર્યું. તેણે પીએમ મોદીનો એક ફોટો શેર કર્યો અને તેને કેપ્શન આપ્યું, ‘રામ આયે હૈં. ઘણા યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. શું હિંદુ દેવતાઓ સાથે સરખામણી કરવી યોગ્ય છે? ત્યારબાદ તેણે બીજી ટ્વિટ સાથે જવાબ આપ્યો.

બોલીવુડ અભિનેત્રીનો ભાજપ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. તેણી હંમેશા તેના રાજકીય ટ્વિટ્સથી ઘણા વિવાદોને આકર્ષિત કરે છે. જ્યારે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભગવાન રામ સાથે સરખામણી કરી તો તે ટ્રોલ થવા લાગી. એક યુઝરે કહ્યું, તમે ખરેખર હિંદુ દેવતાઓ સાથે શું સરખામણી કરી રહ્યા છો…શું હિંદુ ધર્મ આની મંજૂરી આપે છે? આના પર કંગનાએ ટ્વીટ કરીને લખ્યું, ‘હા, આની મંજૂરી છે. શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જે મારો ભક્ત છે. હું મારી ભક્તિમાં લીન છું. તેની અને મારી વચ્ચે કોઈ અંતર નથી.

તેણે આગળ લખ્યું કે, ‘મારો મતલબ એ છે કે અયોધ્યામાં મોદીજી રામજી કો લેકે આયે હૈ તો જનતા ઉનહે લેકે આયે હૈ..પણ તમે જે સમજો છો તે ખોટું પણ નથી! ‘

આવનારી ફિલ્મો

અભિનેત્રી કંગના રનૌતની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ તેજસ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. પોલિટિકલ ડ્રામા ‘ઇમરજન્સી’ ટૂંક સમયમાં જોવા મળશે. તેમાં તેણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની કેન્દ્રીય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી અને સતીશ કૌશિક છે.

Most Popular

More from Author

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

Read Now

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...

સલમાનના આ ન્યૂ આઇકોનિક અંદાજ પર ફેન્સ થયા ફિદા

સલમાન ખાન હાલમાં જ આ વર્ષના સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં પોતાના ભાઈ સોહેલ ખાનની ટીમને સપોર્ટ કરવા માટે દુબાઈના શારજાહમાં ગયા હતા. અભિનેતા હવે મુંબઈ પાછા ફરી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં પોતાના પ્રશંસકોની સાથે એક્ટર વાતચીત કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...