Homeમનોરંજનભૂલભૂલૈયાના ત્રીજા ભાગની તૈયારી...

ભૂલભૂલૈયાના ત્રીજા ભાગની તૈયારી શરુ, કાર્તિકને કરાયો રિપીટ; કામ કરવાનો તબ્બુએ કર્યોં ઈનકાર

‘ભૂલભૂલૈયા’ના બંને ભાગની સફળતા બાદ હવે ત્રીજા ભાગની તૈયારી શરુ થઈ ગઈ છે. બીજા ભાગના હિરો કાર્તિકને ત્રીજા ભાગમાં રિપીટ કરાયો છે જ્યારે ભાગ એકના હિરો અક્ષય કુમારની બીજા પછી ત્રીજા ભાગમાંથી પણ હકાલપટ્ટી થઈ ગઈ છે.

અક્ષય કુમારે ભાગ બેનો રોલ મેળવવા માટે પણ આકાશપાતાળ એક કર્યાં હતાં. જોકે, તેની કોઈ કારી ફાવી ન હતી. હવે બીજા ભાગમાં કાર્તિક આર્યનની સફળતા બાદ નિર્માતાઓ અક્ષય જેવા મોટા સ્ટાર પર રોકાણ કરવા ઈચ્છતા નથી.

અક્ષય કુમાર હવે સફળતાની ગેરન્ટી પણ આપી શકતો નથી. તેની સરખામણીએ કાર્તિક ઉપરાછાપરી હિટ ફિલ્મો બાદ સેલેબલ સ્ટાર ગણાય છે.

જોકે, ત્રીજા ભાગમાં કામ કરવાનો તબુએ ઈનકાર કરી દીધો છે. બીજા ભાગમાં તબુની એક્ટિંગનાં જ સૌથી વધારે વખાણ થયાં હતાં. નિર્માતાઓ પણ તેને રિપીટ કરવા ઉત્સુક હતા. પરંતુ, બહુ મોટી રકમની ઓફર છતાં પણ તબુએ એકનો એક રોલ ફરીથી ભજવવાની ના પાડી દેતાં હવે ફરી નવી મંજુલિકાની શોધ ચાલી રહી છે. બીજી તરફ કાર્તિકની હિરોઈન તરીકે કિયારા જ રિપીટ થશે કે કેમ તે અંગે અટકળો છે. હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ નક્કી થઈ રહી છે. ત્યારબાદ જ કાર્તિકની હિરોઈન તથા અન્ય નવા કલાકારો વિશે નિર્ણય લેવાશે.

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

WPL 2024માં દિલ્હીની પહેલી જીત, યુપીની સતત બીજી મેચમાં હાર

શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગની શાનદાર અડધી સદીની ઈનિંગ્સના આધારે દિલ્હી કેપિટલ્સે સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મહિલા પ્રીમિયર લીગ મેચમાં યુપી વોરિયર્સને હરાવ્યું હતું. દિલ્હીએ આ મેચ નવ વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં યુપીની ટીમ દિલ્હી સામે ટકી શકી ન હતી. પહેલા તેમની...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...