Homeક્રિકેટહાર્દિક પંડ્યાના MI સાથેના...

હાર્દિક પંડ્યાના MI સાથેના સોદાથી KKRના પૂર્વ ડાયરેક્ટર ભડક્યા

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ પાસેથી મુંબઈ ઈન્ડિયન્સના પરત મેળવવાના સોદાને લઈને કોલકાતા નાઈટ રાઈડર્સના પૂર્વ ડાયરેક્ટર જોય ભટ્ટાચાર્ય ભડક્યા છે. તેમણે આઈપીએલના ભાવિ માટે કેટલીક ચિંતા વ્યક્ત કરી છે.

હાર્દિક પંડ્યા આઈપીએલમાં છેલ્લા બે વર્ષથી તે ગુજરાત ટાઈટન્સનો સુકાની હતો. તાજેતરમાં ખેલાડીઓને રિટેન કરવા તેમજ ટ્રેડ કરવાની વિન્ડો ખુલી હતી જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી હાર્દિકને ટ્રેડ કર્યો હતો. કેકેઆર ફ્રેન્ચાઈઝના ભટ્ટાચાર્યએ આ મામલે ભૂતકાળની પોલીસીને ટાંકતા જણાવ્યું કે, 2010માં રવિન્દ્ર જાડેજાએ પોતાની મૂળ ટીમ રાજસ્થાન રોયલ્સની મંજૂરી વગર મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાવા પ્રયાસ કર્યો હતો ત્યારે તેના પર એક વર્ષનો પ્રતિબંધ મૂકાયો હતો.

હાર્દિકના કિસ્સામાં પરિસ્થિતિ જુદી રહી છે. હાર્દિકે મુંબઈની ટીમમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બંને ટીમ વચ્ચે પરસ્પર સહમતિ બાદ આ સોદો હાથ ધરાયો હતો. આ પ્રકારની સંમતિથી જાડેજા વખતે થયેલા નિયમ ભંગને ટાળી શકાયો હતો. હાર્દિકના ટ્રેડથી બંને ટીમોને લાભ થયો છે. ગુજરાત ટાઈટન્સને હાર્દિકની મૂળ રકમ ઉપરાંત વણજાહેર કરાયેલી ટ્રાન્સફર ફી સહિત 15 કરોડ રૂપિયા મળ્યા છે. ભટ્ટાચાર્યએ આ પ્રકારના સોદા સામે અણગમો વ્યક્ત કરતા તેને ચિંતાજનક ગણાવ્યો છે. ભવિષ્યમાં ખેલાડીઓ અને ટીમ જાતે જ નિયમો નક્કી કરશે તો લીગ માટે તે જોખમી સાબિત થઈ શકે છે. આમ આઈપીએલ ગર્વનન્સ સામે પણ સવાલો ઉભા થશે તેમ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું.

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે.તેમના ચાર વર્ષના છોકરા ગોલુનેઆ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યું :મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શું?મમ્મી : જે ઘરમાં ન હોય તે.એક દિવસ ગોલુ બપોરે ટીવી જોઈ રહ્યો હતો,એટલામાં મગનનો...